એક વર્ષમાં રાજકોટમાં ૩.૧૯ કરોડ, લોધીકામાં ૩.૪૪ કરોડનો દારૂ પકડાયો હોવાની કબૂલાત

  • March 08, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળે છે ગુજરાત રાયના ગૃહ વિભાગ દ્રારા દારૂ બંધીના નામે કરાતા દારૂ વા ના ચિથરા ગઈકાલે પ્રશ્નોત્તરી દરમિયાન ઉડા હતા રાજય સરકાર દ્રારા લેખિત જવાબમાં કબુલાત કરવામાં આવી છે કે છેલ્લ ા એક વર્ષ દરમિયાન રાયના પાટનગરમાં એક કરોડથી વધારાની રકમનો વિદેશી દારૂ  પકડાયો છે તો સૌરાષ્ટ્ર્રની રાજધાની રાજકોટ શહેરમાં ૩.૧૯ કરોડનો દારૂ  પકડાયો છે. એકલા લોધિકામાં ૩.૪૪ કરોડનો દારૂ  એક વર્ષ દરમિયાન પકડાયો છે.
ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગના અનેક દાવા છતાં રાજયના તાલુકા–જિલ્લ ાઓમાં દારૂ અને અન્ય કેફી દ્રવ્યોનું દૂષણ નાબૂદ કરવામાં સફળતા મળી નથી. મહાત્મા ગાંધીજીના નામે પાટનગર ગાંધીનગરમાં જ છેલ્લ ા એક વર્ષમાં ગાંધીનગર જિલ્લ ામાં પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા ૨૯,૮૩૬ વિદેશી દાની બોટલ પકડવામાં આવી છે. તો અમદાવાદ જેવા મુખ્ય શહેરમાં ૨૮,૯૨૩ વિદેશી દાની બોટલ અને ૬૩૫૩ લિટર દેશી દાનો જથ્થો ઝડપાયો હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે.
રાજયના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા રાયના વિવિધ શહેરોમાં પોલીસ સ્ટેશનની હદ માંથી દા અને માદક પદાર્થેા નો જથ્થો પકડવા અંગે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાયા તેની માહિતી કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા માંગવામાં આવી હતી.
જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે વિગતો આપી છે. અમદાવાદ ગ્રામ્યમાં ૧૦ પોલીસ સ્ટેશનમાંથી એસએમસી દ્રારા ૩૮૮૭ લિટર દેશી દાનો જથ્થો અને વિદેશી દાની ૩૩,૩૮૪ બોટલ પકડવામાં આવી છે. યારે જવાબદાર અધિકારી સામે પગલા અંગેની માહિતીમાં ગૃહ વિભાગે ખાતાકીય પગલાં લીધા તેવો જવાબ આપ્યો છે. આણદં અને વડોદરા જિલ્લ ાના વિવિધ તાલુકામાંથી પોલીસ દ્રારા દેશી–વિદેશી દા ઉપરાંત અફીશ, એમડી, હેરોઇન, મેફેડ્રોન, મેથાએમ્ફેટામાઇન, કફ સિ૨૫ બોટલ અને ચરસનો જથ્થો પણ વિવિધ માત્રામાં ઝડપાયો છે. દાહોદ તાલુકામાંથી ૧૦૦૨ કિલો અફીણ પણ પકડાયું છે. ગાંધીનગર તાલુકામાંથી એક વર્ષમાં એક કરોડનો વિદેશી દારૂ  પકડાયો છે


કયાંથી કેટલી રકમનો વિદેશી દારૂ પકડાયો
આણંદ  ૧.૯૨ કરોડ
વડોદરા શહેર  ૫.૩૦ કરોડ
વડોદર  ૧.૧૧ કરોડ
સાવલી  ૩.૨૫ કરોડ
વાઘોડિયા  ૨.૮૩ કરોડ
હિમતનગ  ર૧.૧૭ કરોડ
રાજકોટ શહેર ૩.૧૯ કરોડ
લોધીકા  ૩.૪૪  કરોડ
અમીરગઢ  .૪.૧૨ કરોડ
થરાદ  ૧.૭૧ કરોડ
ગાંધીનગ ર૧.૦૫ કરોડ
ચીખલી  ૫.૮૧ કરોડ
ગણદેવી  ૧.૦૧ કરોડ
દાહોદ  ૨.૮૧ કરોડ
મહેસાણા  ૧.૩૪ કરોડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application