જિલ્લાના ઉદ્યોગકારોનાં વિલંબિત ચુકવણીના કેસોની સુનાવણીની કાર્યવાહી હાથ ધરાઇ

  • September 03, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર ખાતે ખજઊઋઈ રીઝનલ કાઉન્સિલની રચના થયેલ છે. જે અન્વયે તા.૩૦મી ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે  ભાવનગર રીઝનલ કાઉન્સિલના ચેરપર્સન અને અધિક નિવાસી કલેકટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષતામાં તેમજ મેમ્બર સેક્રેટરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર તન્વીબેન પટેલ તથા કાઉન્સિલ (ખજઊઋઈ)ના સભ્યોની ઉપસ્થિતિમાં માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઈસ ફેસીલીટેશન કાઉન્સિલ (ખજઊઋઈ) અંગેની બેઠક યોજાઈ હતી.  જેમાં ઉદ્યોગકારોને વિલંબિત ચૂકવણી અંગેના વિવિધ કેસમાં પક્ષકારો હાજર રહ્યાં હતા અને તેના કેસની સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં  એક કેસનું  સુખદ સમાધાન થયું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application