ગોંડલનાં હાડકાધાર વિસ્તારમાં દુર્ગંધના પ્રશ્ર્ને લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

  • August 13, 2024 09:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના ઘોઘાવદર રોડ ઉપર આવેલા હાડકા ધાર વિસ્તાર યાં મૃત પશુઓના વિછેદનોની ક્રિયા કરવામાં આવતી હોય પરિણામે ઉદ્રવતી  ગંદકી  અને દુગધ માથા ફાડ હોય આસપાસના લતાવાસીઓ તથા કારખાનેદાર  વેપારીઓ દ્રારા ચિફ ઓફિસર તથા પ્રાંત અધિકારીને  રોષભેર આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા અન્યથા આંદોલનની ચિમકી અપાઇ છે.
ઘોઘાવદર રોડ પર હાડકાધાર વિસ્તાર ને કારણે  લોકો પરેશાન બન્યા છે.અહી મૃતક પશુઓ નાં વિચ્વીછેદન કરાતા હોય હાડકા નાં ઢગ પડા  હોય છે. જેને કારણે ભયંકર દુગધ ફેલાય છે. દુગધથી ત્રસ્ત બનેલા આ નાં રહીશો અને વેપારીઓ પ્રાંત કચેરી તથા નગરપાલિકાએ  દોડી ઉઠા હતા.
ધીભાઈ  ગજેરા,વી.પી.ઝાલા  સહિતના એ  આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ઘોઘાવદર રોડ પરથી પસાર થવું પણ દુષ્કર બન્યું છે મૃત પશુઓના વિછેદન બાદ ભયંકર દુગધ ૨૪ કલાક ફેલાઈ રહી છે પરિણામે અહીંના ધંધા રોજગાર ઠપ થઈ જવા પામ્યા છે. દુગધને કારણે કારખાનાઓમાં મજુરો પણ  ટકતા નથી. તાકીદે આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરી છે અન્યથા દસ દિવસ બાદ ગાંધીચિંધિયા રહે આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું  વધુમાં હાડકા ધારે મૃત પશુઓના વિચ્છેદનની પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં  દાખલ કરવામાં આવેલ છે. જે સંદર્ભે  કોર્ટ દ્રારા આ પ્રવૃત્તિ તાત્કાલિક બધં કરવા અંગેનાં હત્પકમ પણ ફરમાવવામાં આવેલ છે. તેમ છતાં પણ આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે તેવા આક્ષેપો કર્યા હતા. બીજી બાજુ મેઘવાળ સમાજનાં પ્રમુખ ગિરધરભાઈ સોલંકીએ જણાવ્યું કે આ જગ્યા રાજાશાહી સમયથી ફાળવાયેલી છે. સાફસફાઇની જવાબદારી નગરપાલિકાની છે.અમે અન્યત્ર જગ્યા ફાળવવા નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરીછે.આ અંગે તંત્રએ ગંભીરતા દાખવવી જરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application