રશિયાનું મિશન નિષ્ફળ જતાં ચંદ્રયાન–૩ માટે ચિંતા

  • August 21, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રશિયાનું લુના–૨૫ યાન ચદ્રં પર ઉતરતી વખતે તૂટી પડતા ચંદ્રયાન–૩ માટે પણ ચિંતાનું વાતાવરણ પેદા થયું છે. જોકે ભારતીય વિજ્ઞાનીઓ આ વખતે સફળ લેન્ડીંગ માટે ખુબ જ આત્મવિશ્વાસ ધરાવે છે અને દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા વિશ્વની નજર હવે ભારત પર મંડાયેલી છે અને ભારત ચમત્કાર કરી બતાવશે એવો વિશ્વાસ છે. દરમિયાન લેન્ડરએ ચંદ્રની નવી તસ્વીરો મોકલી છે જે ઈસરોએ આજે સવારે રીલીઝ કરી હતી.

ચંદ્રયાન મિશન–૩ ૧૪ જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી. ૪૦ દિવસની લાંબી મુસાફરી બાદ ૨૩ ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરશે. જો કે ઈસરો ના સુત્રો એ કહ્યું છે કે ચંદ્રયાન–૩ તેની નિર્ધારિત યાત્રા સફળતા પૂર્વક કરી રહ્યું છે.

ઈસરોના ચંદ્રયાન–૧ના મૂન ઈમ્પેકટ પ્રોબ, ચંદ્રયાન–૨ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને પણ આ જ વિસ્તારમાં લેન્ડ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. હવે ચંદ્રયાન ૩ પણ અહીં લેન્ડ કરવાનો પ્રયાસ કરશે.

જો કે આ પહેલા બંને પ્રસંગોએ નિષ્ફળતા મળી હતી. ચંદ્રયાન–૧નું મૂન ઈમ્પેકટ પ્રોબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ક્રેશ થયું હતું. યારે સોટ લેન્ડિંગની છેલ્લી ઘડીએ ચંદ્રયાન–૨ના લેન્ડરમાંથી સિલ મળવાનું બધં થઈ ગયું હતું. પરંતુ ફરી એકવાર ચંદ્રયાન–૩ સાથે, ઈસરો ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોટ લેન્ડ કરનાર પ્રથમ દેશ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રશિયા દ્રારા ૧૧ ઓગસ્ટના રોજ લોન્ચ કરાયેલ લુના ૨૫ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું, જે રવિવારે ક્રેશ થયું હતું.ઈસરોને આશા છે કે ચંદ્રયાન–૩ તેના મિશનમાં સફળ રહેશે.

૧૪ સપ્ટેમ્બર, ૧૯૫૯ ના રોજ, પ્રથમ માનવ નિર્મિત વાહન ચદ્રં પર ઉતયુ. તત્કાલિન સોવિયેત રશિયાના લુના–૨ અવકાશયાન ચદ્રં પર સફળતાપૂર્વક ઉતરાણ કયુ હતું. આમ લુના ૨ એ ચદ્રં પર ઉતરનાર પ્રથમ માનવસર્જિત પદાર્થ તરીકે ઈતિહાસ રચ્યો.ચદ્રં પર ઉતર્યા પછી, લુના ૨ એ તેની સપાટી, કિરણોત્સર્ગ અને ચુંબકીય ક્ષેત્ર વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરી.આ સફળતાએ વધુ પ્રયોગો અને ચદ્રં પર અવકાશયાત્રીઓ મોકલવાનો માર્ગ મોકળો કર્યેા. નાસા દ્રારા શ કરાયેલ મોટાભાગના એપોલો મિશન, માનવસહિત અવકાશ મિશન અને રશિયા દ્રારા લુના ૨૪ મિશન ચંદ્રના વિષુવવૃત્તની નજીક ઉતર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application