ગિરનાર પરિક્રમાની પૂર્ણાહુતિ, સાંજ સુધીમાં જંગલ ખાલીખમ

  • November 15, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનાર પરિક્રમાની આજે વિધિવત પૂર્ણાહત્પતિ, વન વિભાગ દ્રારા પ્રવેશ માટે ઇટવા ગેટ બધં કરાયો, જંગલમાં રહેલા એકલદોકલ ભાવિકો અંતિમ પડાવ પર પહોંચતા જંગલ સાંજ સુધીમાં થશે ખાલી ખમથતા વન વિભાગ દ્રારા સફાઈ કામગીરીનો ધમધમાટ શ કરવામાં આવ્યો છે. તો જંગલમાં પરિક્રમા પૂર્ણ થતા જંગલ વિસ્તારમાં પણ તપાસ કામગીરી શ કરવામાં આવી છે.
ગિરનારની લીલી પરિક્રમા મંગળવારે મધરાતની બદલે સોમવારે સવારે જ શ થઈ હતી . પરિક્રમામાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછા ભાવિકો પહોંચ્યા હતા. આજે વિધિવત રીતે પરિક્રમાની પૂર્ણાહત્પતિ થશે. જેથી અંતિમ દિવસ હોવાથી વન વિભાગ દ્રારા ઈંટવા ચેક પોસ્ટ પર આવેલ પ્રવેશ દ્રારને બધં કરી દેવામાં આવ્યો છે. આજે સાંજ સુધીમાં જંગલ માંથી ભાવિકો નીકળી જશે યારે અન્ન ક્ષેત્રના સંચાલકો દ્રારા પણ સમીયાણા દૂર કરવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે પરિક્રમાના અંતિમ ચરણ બોરદેવી ખાતે વધુ ભાવિકો જોવા મળી રહ્યા છે. જેથી આજે બપોર સુધીમાં જ વન વિભાગ દ્રારા જંગલ વિસ્તારમાં રહેલા ભાવિકોને તળેટી વિસ્તારમાં લાવવામાં આવશે. આજથી જંગલમાં પ્રવેશ પર પ્રતિબધં લગાવવામાં આવ્યો છે. પરિક્રમા પૂર્ણ થતા હવે વન વિભાગ સફાઈ અભિયાનની કામગીરી શ કરશે. સવારે ૮ વાગ્યે ૭.૨૮ લાખ આસપાસ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. સવારથી બે કલાકમાં માત્ર ૪૦૦ ભાવિક નળ પાણીની ઘોડી આસપાસ પહોંચી રહ્યા છે .જેથી સાંજ સુધીમાં ૭.૫૦ લાખ આસપાસ ભાવિકો આ વર્ષે પરિક્રમા કરવા પહોંચતા ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછી સંખ્યા નોંધાઈ છે.પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો પહોંચ્યા હોવાથી જંગલમાં અનેક સ્થળો એ કચરાઓ અને ગંદકી થઈ હતી જેથી વન વિભાગ દ્રારા સફાઈ કરવી હોય હવે જંગલની સફાઈ શ કરવાની કામગીરી હાથ ધરશે. અન્ન ક્ષેત્ર ના સંચાલકો સમીયાણા આટોપી તળેટી તરફ પહોંચી રહ્યા છે. વિધિવત રીતે આજે પરિક્રમા પૂર્ણ થઈ રહી છે પરંતુ ગઈકાલ રાતથી જ જંગલ ખાલીખમ જોવા મળી રહ્યું હતું માત્ર આજે એકલદોકલ પ્રવાસીઓ ની અવરજવર રહી હતી.
ભાવિકોના અને અન્ન ક્ષેત્રોના  જંગલમાંથી નીકળ્યા બાદ વન વિભાગ દ્રારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન કામગીરી શ કરવામાં આવશે.  આ કામગીરીમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ, શાળાના વિધાર્થીઓ પણ જોડાશે. આજે પરિક્રમા વિધિવત પૂર્ણ થતા બસ સ્ટેન્ડ ખાતે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.તો આ ઉપરાંત સક્કરબાગ, ઉપરકોટ અને રોપવે સહિતના પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓ ઉંમટી રહ્યા છે. તળેટીમાંથી શહેર તરફ વાહનો ના ઘસારાના કારણે માર્ગેા પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે.

પરિક્રમામાં નવ પુરૂષોના મોત
આ વર્ષે પરિક્રમામાં વિવિધ રૂટ પર નવ પુષોના મોત થયા હતા. ગત વર્ષે પાંચના મોત થયા હતા યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચાર પ્રવાસીઓનો આંકડો વધ્યો છે. જોગાનું જોગ તમામ પ્રવાસીઓ હૃદય રોગના હત્પમલાથી જ મોત થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News