કમળેજથી નારી રોડની અધૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે કમળેજના ગ્રામજનો દ્વારા કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે ભાવનગરથી નારી ગામ જતા, નારી પાસેના રેલ્વે ના પાટા ઉપરનો પુલ જે તે સમયે નબળો પડતા આ રોડ ઉપરનું ડાઇવર્ઝન કમળેજ ગામેથી કરવામાં આવ્યું હતું . સમયાંતરે નારી ચોકડીથી આ રોડ ઉપર ખુબજ મહત્વના વિકાસશીલ એવો સારો રોડ બનાવવામાં આવ્યો પરંતુ ડાઇવર્ઝન કરવામાં આવેલ કમળેજથી નારી રોડ ઉપર તે સમયના ખુબજ ટ્રાફિકના કારણે, મોટા લોડીંગ વાહનોના કારણે આ રોડ બિલકુલ બદતર હાલતમાં ફેરવાઈ ગયેલ છે.
આથી વારંવારની રજૂઆતો કરવામાં આવતા સરકાર દ્વારા કમળેજ - નારી રોડ મંજૂર કરવામાં આવેલ.આથી ગત લોકસભાની ચુંટણી પહેલા રોડની કામગીરી હાથ ધરવામાં આવી અને કપચીના ઢગલા કરવામાં આવ્યા. અને તે પછી કપચી રોડ ઉપર પાથરી તેના ઉપર ડામર નાખી રોલર ફેરવવામાં આવેલ . આ કામગીરી મે- ૨૦૨૪ થી ચાલુ થઈ અને અત્યારે એપ્રિલ - ૨૦૨૫ સુધીમાં આશરે ૩ કિમી. ના આ રોડ હજી સુધી કામગીરી પૂરી કરવામાં આવી નથી. અમારી જાણ મુજબ નારી પાસેના સાઈન્સ સેન્ટરથી કુંભારવાડા સુધીનો રોડ આ રોડની કામગીરી માત્ર એક થી બે માસના સમયમાં પૂરી કરી દેવામાં આવી હતી . નારી ચોકડીથી પસાર થતો સોમનાથ વાળો રોડ પણ બની ગયો પરંતુ અકળ - કારણોસર અમારા ગામનો મુખ્ય અવર - જવર વાળો આ કમળેજથી નારી સુધીનો ૩ કીમી જેટલા અંતરના રોડની કામગીરી પૂર્ણ થતી નથી . કમળેજથી નારીની પ્રાથમિક શાળાઓમાં તેમજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ આટલા વર્ષોથી હેરાનગતિ વેઠવી પડી રહી છે . સર્ગભાવસ્થાવાળા મહિલાઓને આ રસ્તેથી વાહનમાં મુસાફરી કરવામાં ભારે પરેશાની વેઠવી પડે છે.આથી આ બદતર રોડની બાકી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ કરી આપવા માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ
May 13, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech