પોરબંદર નગરપાલિકાના પચાસ લાખ પિયાના શંકાસ્પદ ખર્ચ અંગે કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે પુરની પરિસ્થિતિ વચ્ચે આશ્રિતોને સરકારી સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓએ ઉપાડી હતી તેમ છતાં નગરપાલિકાએ પચાસ લાખ પિયાનો ખર્ચ દર્શાવ્યો છે ત્યારે ‘આપ’ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
પોરબંદર આમ આદમી પાર્ટીના અગ્રણી અને સુધરાઇ સભ્ય જીવનભાઇ જુંગીએ જિલ્લા કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે તા.૨૭-૯-૨૪ના પોરબંદર -છાયા સંયુકત નગરપાલિકાની જનરલ બોર્ડની મીટીંગ યોજાઇ હતી તેમાં ઠરાવ ક્રમ નં.૫માં અતિવૃષ્ટિ કામ અંગે અને વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારના લોકોને આશ્રય આપવા બાબતે ા. પચાસ લાખ ખર્ચ મંજૂર કરવા અંગે આશ્ર્ચર્ય થાય છે. કારણકે પોરબંદરમાં લગભગ ૫૦ જેટલા વિસ્તારના રોડને રીપેરીંગ અંગે જનરલ બોર્ડમાં આવરી લેવા રજૂઆત તા. ૨૫-૯-૨૪ના રોજ અમો અરજદારે કરેલ અને તા. ૨૬-૯-૨૪ના રોજ ઇન્વર્ડ કરાવેલ તેમની નકલ સામેલ છે તેમ છતાં ઉપરોકત જ. બોર્ડ તા. ૨૭-૯-૨૦૨૪ના અમારી રજૂઆત નહી લેતા અને અમો કાઉન્સીલર તરીકે પૃચ્છા કરતા કહેલ કે, ‘આવતી મીટીંગમાં લેશું !’
અગાઉ કલેકટર લાખાણી બ અતિવૃષ્ટિ સમસ્યા દૂર કરવા ૨૪ કલાક પોતે ખુદ રસ્તા ઉપર ઉતરી કાર્યરત હતા અને આશ્રયસ્થાનો, સરકારી સંકુલ, ધાર્મિક વાડીઓ અને જમવાની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓએ ઉઠાવી લીધેલ હતી. તેમ છતાં ા. ૫૦ લાખ જેવી માતબર પ્રજાની રકમ નગરપાલિકા કઇ રીતે ખર્ચ કરી શકે તે પણ એક પ્રશ્ર્ન છે. તેમ જણાવીને કલેકટરકક્ષાએથી યોગ્ય કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech