બગસરા એસટી ડેપોમાં ઘણા સમયથી ડેપો મેનેજરની અણઆવડતના લીધે સરકાર બદનામ થતી હોય છે તાજેતરમાં જ બગસરામાં એક ઘટના બની હતી. વહેલી સવારે બગસરાથી અંબાજી જતી બસ ઉપરા ઉપર એકાતરા પહેલા દોઢ કલાક અને ત્યારબાદ સવા કલાક ડ્રાઇવર ન આવવાથી બસ ઉપડી ન હતી ત્યારબાદ પેસેન્જર પોતાનો સામાન લઈને આમથી આમ ભટકતા રહ્યા માંડ માંડ બીજો ડ્રાઇવર ગોતીને લાવ્યા ત્યારે આ બસમાં બુકિંગ કરેલ પેસેન્જર હોય એણે હાશકારો અનુભવ્યો હતો કારણ કે આવું તો અનેક વાર બગસરા ડેપોમાં બને છે. અનેકવાર વિભાગીય નિયામકને પણ બગસરાની વિવિધ સંસ્થાઓ દ્રારા આ ડેપો મેનેજરની ફરિયાદ કરી અને બગસરા ડેપોમાં ગેરરીતે વહીવટ ચાલતો હોય જેથી પેસેન્જર હેરાન થતા હોય તે ફરિયાદો સરકાર સુધી પણ પહોંચી છે ત્યારે આવનાર સમયમાં કંઈક નવાજૂની થશે તો નવાઈ ન કહેવાય જો કે બગસરામાં ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી આવવાના હોય જેથી સંસ્થાઓએ નક્કી જ કહ્યું છે કે તમામ ફરિયાદો મુખ્યમંત્રીને કરવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે