હાપા યાર્ડ વિસ્તારમાં સ્કૂટર ચાલક યુવાનને રોકીને બે શખ્સોએ ધાક્ધમકી આપી મોબાઇલ ફોનની લૂંટ ચલાવ્યાની ફરિયાદ

  • April 22, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લૂંટારુઓએ ફોન પાછો મેળવવા અને પોતાને થયેલી ઇજા અને પોતાનો મોબાઇલ તૂટી જવાથી નુકશાનીના દસ હજાર માંગ્યા


જામનગરમાં હાપા યાર્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક સ્કૂટર ચાલક યુવાનને બે અજ્ઞાત શખ્સો એ આવીને રોક્યો હતો, કે તારું વાહન અથડાવવાના કારણે ઇજા થઈ છે, તેમ જ મોબાઈલ ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ છે, જેથી ૧૦,૦૦૦ રૂપિયા આપવા પડશેતેમ કહી ધમકી આપ્યા પછી તેના રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમત ના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ પાછળથી ફોન કરીને અકસ્માતમાં ઇજા અને મોબાઈલ ડિસ્પ્લેમાં નુકસાનીના ૧૦,૦૦૦ આપવા પડશે તેમ કહી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે લૂંટારુઓ ની શોધખોળ હાથ ધરી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે રહેતો શૈલેષ નરશીભાઈ લાડપરા નામનો ૪૩ વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું સ્કૂટર લઈને હાથમાં પંખો રાખીને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.


જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને અટકાવ્યો હતો, અને તેં અમારા વાહનને ઠોકર મારી મને ઇજા પહોંચાડી છે, તેમ જ મોબાઈલ ફોનની ડિસ્પ્લે તોડી નાખી છે. તેથી નુકસાનીના ૧૦,૦૦૦ રૂપિયા ની માંગણી કરી હતી. દરમિયાન શૈલેષભાઈ લાડપરા એ શકીલભાઈ નામના પોતાના પરિચિત વ્યક્તિને આ બનાવ અંગે જાણ કરી હતી, અને પોતાનો મોબાઇલ ફોન વાતચીત કરવા માટે અજાણ્યા શખ્સોને આપ્યો હતો. દરમિયાન તેઓ મોબાઇલ લઈને ભાગી છુટ્યા હતા.


જેથી શૈલેષભાઈ ના શેઠ પિયુષભાઈ કે જેમણે શૈલેષભાઈ ના મોબાઈલ ફોનમાં વાતચીત કરતાં લૂંટારુઓએ મોબાઈલ ફોન ઉપાડ્યો હતો, અને અકસ્માતમાં ઇજા થવાથી અમારે જીજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, અને ફેક્ચર થઈ ગયું છે તેમજ મોબાઇલ ફોન ની ડિસ્પ્લે તૂટી ગઈ હોવાથી દસ હજાર રૂપિયા આપવા પડશે, જે આપીને મોબાઇલ લઈ જાવ તેમ કહી વધુ પૈસાની માંગણી કરી હતી.

જેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જ્યાં બંને અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ ૩૯૨, ૩૮૫ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને લૂંટારૂ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. એલસીબી ની ટુકડી પણ મદદમાં જોડાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application