ભાણવડમાં પરપ્રાંતીય યુવતી સાથે દુષ્કર્મ સબબ ફરિયાદ

  • September 02, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશ રાજ્યની મૂળ વતની એવી એક પરિણીત યુવતીના પતિ તેની સાથે રહેતા ન હોવાથી આ અંગેનો લાભ ઉઠાવી અને મધ્યપ્રદેશ રાજ્યના કુકસી જિલ્લાના મૂળ રહીશ એવા મુકેશ ઉર્ફે બાલવીર નવલસિંહ વાખલા નામના શખ્સે ભાણવડ તાલુકાના વેરાડ ગામની સીમ વિસ્તારમાં આ યુવતીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા તથા તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક પોતાની સાથે શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આટલું જ નહીં, આરોપી દ્વારા છેલ્લા ત્રણેક માસના સમયગાળા દરમિયાન તેણીની મરજી વિરુદ્ધ સાત વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનું તેમજ જો તેણી કોઈને આ બાબતે કંઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી છે.


ખંભાળિયા: ઝાડના ડાળખા બાબતે યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા પુંજાભાઈ રાજાભાઈ ભારવાડીયા નામના 35 વર્ષના યુવાન તાજેતરમાં વરસાદના કારણે પડી ગયેલા ઝાડના ડાળખા નાખવા જતા આ પ્રકરણમાં આરોપી ભાયા માલદે ચાવડા, દેવશી માલદે ચાવડા, ભાયા વજશી જોગલ અને અરજણ વજશી જોગલ નામના ચાર શખ્સોએ ડાળખા નાખવાની ના કહી, બોલાચાલી કરી, તેમને બિભત્સ ગાળો કાઢ્યાની તથા લાકડાના ધોકા વડે બેફામ માર્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 


ઓખા નજીક તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા અપમૃત્યુ

ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં મફતિયા પરા ખાતે રહેતા ભરતભા ગંભીરભા માણેક નામના 38 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે રવિવારે બપોરના સમયે ગઢેચી માતાના મંદિરની બાજુમાં આવેલા તળાવમાં નહાવા જતા આ પાણી ઊંડું હોવાથી પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ અરવિંદભા ગાભાભા માણેકએ ઓખા મરીન પોલીસને કરી છે.


દ્વારકા, કલ્યાણપુરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

દ્વારકાના વાલ્મિકી વાસ વિસ્તારમાં સ્થાનિક સર્વેલન્સ સ્કવોડ દ્વારા જાહેરમાં જુગાર રમી રહેલા આતિશ કમલેશભાઈ બારૈયા, મનજી સોંડાભાઈ બારૈયા, મયુર શામજીભાઈ વાલ્મિકી અને દિનેશ ભવાનભાઈ બારૈયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 11,340 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાણવડ પોલીસે મેવાસા ગામેથી ટપુ ઘેલા વરવારીયા, કેશુ મુરૂ ગાધેર અને મેસુર વીરા આંબલીયા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા 1,420 નો મુદ્દામાલ કબજે કર્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application