અલગ અલગ સમયે કુકર્મ આચર્યુ : શહેરમાં ચકચાર
જામનગર શહેરમાં યુવતિને ધાક ધમકી આપીને આશરે સવા વર્ષના સમય દરમ્યાન જુદા જુદા સ્થળે લઇ જઇને બળજબરીથી દુષ્કર્મ આચરતા ૩ શખસો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખસોને ઝડપી લઇને જેલ હવાલે કર્યા છે. આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.
શહેરના સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીને મારી નાખવાની ધાક ધમકી આપીને છેલ્લા એક વર્ષથી ૩ શખસો અલગ અલગ સમયે જુદા જુદા સ્થળે લઇ જઇને બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવતુ હતું.
ત્રણેય શખસોથી તંગ આવીને પરિવારને જાણ કર્યા બાદ ચારેક દિવસ પહેલા યુવતિએ સમીર ફીરોજ ખીરા, હસન સીદીક ખીરા અને ઇરફાન ઉર્ફે લાલો કાસમ ખીરા સામે સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંઘ્યો હતો અને પીઆઇ એ.આર.ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરીને શંકરટેકરીમાં રહેતા ત્રણેય શખસોને ઝડપી લઇને ધરપકડ કરીને જરી કાર્યવાહી બાદ કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech