સલાયાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ફરિયાદ

  • June 08, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા હુસેની ચોક ખાતે રહેતા મુસ્તાક તાલબ ભગાડ નામના 48 વર્ષના વહાણવટી યુવાન સાથે સપ્તાહ પૂર્વે પૈસાની લેતી-દેતી બાબતે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી, સલાયાના કરાર પાડો વિસ્તારમાં રહેતા અનવર અલી ગજણ નામના શખ્સે મોટર સાયકલ પર તેની સામે આવી અને માર માર્યાની તથા હવે "જો તું ક્યારેય મળીશ તો જાનથી મારી નાખીશ"- તેવી ધમકી પણ ઉચ્ચારી હોવાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે અનવર અલી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


મીઠાપુરમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા રાજાભા સવાભા માણેક નામના 26 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂ સાથે ઝડપી હતો. અન્ય એક કાર્યવાહીમાં ભીમરાણા ગામના જોગેન્દ્રસિંહ મહોબતસિંહ વાઢેરના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂ. 3,600 ની કિંમતની 9 બોટલ કબજે કરી હતી. જો કે આરોપી જોગેન્દ્રસિંહ વાઢેર પોલીસને હાથ લાગ્યો ન હતો. મીઠાપુર પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application