રાજકોટ માવતરે રહેતી પરિણીતાએ ગોંડલ રહેતાં પતિ સહિતના સાસરિયાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. સાસુએ અમને તો ફેશન વાળી વહત્પ મળતી હતી, પણ ઘરનું કામ કરાવવું હોય જેથી તારી સાથે પુત્રના લગ્ન કર્યા તેમ કહી ત્રાસ આપતાં તેમજ કાકાજી સસરાએ હત્પં લોહાણા સમાજનો કારોભારી સભ્ય છુ, જો હું કહુ તેમ ના કયુ તો, સમાજમા ઉભા રહેવા લાયક નહી મુકું તેમ કહી ધમકી આપતા હતાં. પરણીતાની ફરિયાદ લઇ પોલીસે તપાસ ધરીછે.
રાજકોટ સ્વામિનારાયણ ચોકમાં શ્યામ કોમ્પલેક્ષમાં માવતર સાથે રહેતી ડોલીબેન જીલભાઈ ખોદાણી (ઉ.વ.૨૭)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલ રહેતા પતિ જીલ નિલેશ ખોદાણી, સસરા નિલેશ ખોદાણી, સાસુ જયશ્રીબેન ખોદાણી, નણદં સાક્ષીબેન ખોદાણી, મોટા સસરા દિનેશભાઇ અને રાજકોટ શિતલપાર્ક પાસે રહેતા ફુવાજી મનિષભાઇનું નામ આપતાં મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી તેના પિતાના ઘરે છેલ્લ ા નવેક મહિનાથી રહે છે. તેણી સંયુકત પરીવારમાં રહેતી હતી.
લ જીવન શઆતમાં એકાદ મહિનો સારી રીતે ચાલેલ બાદ પતિ નાની નાની વાતમા બોલાચાલી કરતો અને પિયરમાં આવવું હોય કે કોઇ પણ કામ બાબતે પતિને પુછવુ પડતું હતું. તેણી કોઇ કામ કરવા માટે પતિને કહેતી તો તે કહેતો કે, તારે મને કોઈ સલાહ આપવી નહી, મારે જેમ કરવું હશે તેમ હત્પં કરીશ. તેણીનો પતિ ઇન્સ્ટાગ્રામમાં અજાણી છોકરીઓને તથા ખરાબ આઈ.ડી.ને ફોલો કરતો. તેમની પર શંકા થતા તેમને ઇન્સ્ટાગ્રામ આઇડીમાં છોકરીઓના આઇ.ડી. બતાવેલ તો પતિ કહેતો કે, મારે જેમ કરવુ હશે તેમ કરીશ તેમ કહીં ગાળો આપવા લાગતો અને પિયર જતી રહેવા કહેતો હતો.
પતિ યારે દારૂ પિ આવે ત્યારે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતો તે બાબતે સાસુને કહેતી તો સાસુ કહેતા કે, અમને તો ફેશન વાળી વહત્પ મળતી પણ મારે અમારા ઘરનુ કામ કરાવવું હોય જેથી મિડલ કલાસની છોકરી જોઇતી હતી એટલે તારી સાથે લગ્ન કર્યા છે, જીલની કુંડળીમા તો લવ મેરેજ જ છે, તેમજ તને ઘરકામ તથા રસોઈ બનાવતા નથી આવડતી કહી મેણા ટોણા મારતા હતાં. દરમિયાન તેમની ઘરે દિકરીનો જન્મ થયેલ ત્યારે સાસુ સંભળાવતા હતાં. સસરા દહેજ બાબતે અવાર નવાર પિયરીયાવાળાને સંભળાવતા હતાં. તેમજ તેણીને પતિ સાથે ઝઘડો થતો ત્યારે નંણદ વચ્ચે પડતા અને પતિને સમજાવવાને બદલે બોલાચાલી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.
ગઈ તા.૧૩–૦૪–૨૦૨૪ના રાત્રે તેણીનો ફોન સ્વિચ ઓફ થઇ ગયેલ જેથી પતિનો ફોન માંગેલ અને તેમાં ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ખોલતા જેઠાણીના આઈ.ડી.મા બેબી વાળી ચેટ વાચેલ હતી, જે ચેટ ડીલીટ કરવા કહેતા પતિએ બોલાચાલી કરી તેણીનું માથુ દિવાલમાં ભટકાડવાનો આરોપ પણ લગાવ્યો છે.. જેથી તેણીએ ભાઈને ફોન કરી વાત કહેલ અને બીજા દિવસે તેમનો ભાઈ માતા–પુત્રીને માવતર તેડી ગયો હતો. ગઈ તા.૧૨–૧૧–૨૦૨૪ ના દાદીજી સાસુનું અવસાન થતા તેણી દાદીજી સાસુનું મોઢું જોવા ગોંડલ જવા નિકળી ગયેલ ત્યારે શાપર પહોંચી ત્યારે તેમના પિતાના ફોનમાં મોટા સસરાએ ફોનમાં ડોલીને ન મોકલવા તથા જો તે આવશે તો ફિટ કરાવી દેશુ, હું લોહાણા સમાજનો કારોભારી સભ્ય છુ, જો હત્પં કહત્પ તેમ ના કયુ તો, સમાજમા ઉભો રહેવા લાયક નહી મુકુંની ધમકી આપી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech