દ્વારકા નજીક ખાનગી બસમાં તોડફોડ કરીને ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

  • December 26, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા પીઠાભાઈ ડાડુભાઈ કાંબરીયા નામના ૪૭ વર્ષના યુવાન તેમની જી.જે. ૦૩ ડબલ્યુ ૯૭૩૫ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસ લઈને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા નજીકના કુરંગા ગામ પાસે એક પુલ નજીક પહોંચતા એક અજાણ્યા શખ્સએ તેમની બસ અટકાવી હતી. આ પછી અન્ય એક આરોપી નગા જામ પોતાના હાથમાં ટોમી (હથિયાર) લઈને ધસી આવ્યો હતો.
આરોપી નગા જામ તથા અન્ય અજાણ્યા શખ્સ મળી બંનેએ ફરિયાદી પીઠાભાઈ તથા બસના ચાલક અને કંડકટરને ગાળો કાઢી, ટ્રાવેલ્સની બસનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. આમ, આરોપી શખ્સોએ બસમાં રૂપિયા ૧૦,૦૦૦ નું નુકસાન કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈપીસી કલમ ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
પોલીસ ફરિયાદનો ખાર રાખી દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુમાભાઈ ઉર્ફે ડાડો ઈશાભાઈ ઢોકી નામના ૩૩ વર્ષના મુસ્લિમ યુવાને આ જ વિસ્તારમાં રહેતા મહમદ ઈશાભાઈ લુચાણી, ગુલામહુસેન ઈશાભાઈ, જેનુનબેન ઈશાભાઈ અને ગફુર ઈશાભાઈ લુચાણી નામના પાંચ શખ્સો સામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ અંગેનો ખાર રાખી બિભત્સ ગાળો કાઢી, મહિલાઓની હાજરીમાં અશ્લીલ ગીતો ગાવા તેમજ ફરિયાદી જુમાભાઈ ઢોકી અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ ૨૯૭ (ખ), ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application