૭૪ હજારની નુકસાની કરતા શખ્સ સામે ફરિયાદ : અગાઉની ફરિયાદનો ખાર રાખી ડેરી સંચાલકને ધમકી
ભાણવડથી આશરે ૨૦ કિલોમીટર દૂર રાણપર ગામે રહેતા અને દૂધની ડેરી ચલાવતા રામભાઈ કેશુભાઈ ઓડેદરા નામના ૩૨ વર્ષના મેર યુવાન તેમજ આરોપી શકદાર ઈસમ એવા રાણપર ગામના સામત ભુરાભાઈ રાણાવાયાના પરિવાર વચ્ચે જમીનના રસ્તા બાબતે ઘણા સમયથી મન દુ:ખ ચાલતું આવતું હતું. જેથી આશરે બે મહિના પહેલા આરોપી શકદાર શખ્સ દ્વારા ફરિયાદી રામાભાઈ ઓડેદરાની ડેરીમાં ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.
આ પછી પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ચોરીની ફરિયાદ પરત ખેંચી લેવા તેમજ ડેરી બંધ કરી દેવાનું કહી, રામભાઈ મેરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની ડેરીમાં અપપ્રવેશ કરીને ડેરીમાં રાખવામાં આવેલું રૂપિયા ૧૫,૦૦૦ની કિંમતનું કોમ્પ્યુટર, ૫,૦૦૦ ની કિંમતનું પ્રિન્ટર, ૪૨,૦૦૦ની કિંમતનું ફેટ મશીન, ૬,૦૦૦ની કિંમતનું સ્ટ્રીરર, ૫૫૦૦ની કિંમતનો વજન કાંટો, કપાસિયાની ગુણી વિગેરે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખતા આ ડેરીમાં કુલ ૭૪,૧૦૦નું નુકસાન થયાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે સામત ભુરાભાઈ રાણાવાયા સામે આઈપીસી કલમ ૪૨૭, ૪૩૬, ૪૫૪, ૪૫૭, ૫૦૪ ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કારાવદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
ઓખામાં યુવાનને મારી નાખવાની ધમકી: ત્રણ સામે રાવ
ઓખાના મારુતિ નગર વિસ્તારમાં રહેતા અયુબભાઈ હનીફભાઈ સંઘાર નામના ૨૮ વર્ષના યુવાનને આ જીતેશભા, સીદીયાભા, તથા અન્ય એક શખ્સ મળી ત્રણ શખ્સોએ હાથમાં પહેરેલા કળા વડે માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મારીને પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech