હડીયાણામાં યુવાનનો ભોગ લેનાર ટેન્કરચાલક સામે ફરીયાદ

  • November 03, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયાના હડીયાણા ગામ પાસે ગઇકાલે ટ્રક-ટેન્કરના ચાલકે બેદરકારીથી ચલાવી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવમાં ટેન્કરચાલક સમે ફરીયાદ કરવામાં આવી છે.
જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં રહેતા બાબુલાલ છગનભાઇ નકુમ (ઉ.વ.૩૬) એ ગઇકાલે જોડીયા પોલીસમાં ટેન્કર-ટ્રક ગાડી નં. જીએચ૧૨બીએકસ-૩૨૦૧ના ચાલક દિનેશકુમાર રામજીવનની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. ફરીયાદીના કાકા તરશીભાઇ પોતાનું બાઇક નં. જીજે૧૦એએસ-૬૮૪૧ લઇને ગઇકાલે હડીયાણા પેટ્રોલપંપ સામેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે ટેન્કરચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇકને હડફેટે લેતા તરશીભાઇને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું, ફરીયાદના આધારે પોલીસે ટેન્કરચાલકની અટક કરવા કાર્યવાહી આગળ ધપાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application