જામનગરમાં મહિલાને ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ

  • September 30, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રહેતી એક મહિલાને ખંભાળિયા ના એક શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો, જેની સાથે હવે  સંબંધ રાખવો નથી  તેમ જણાવતાં યુવકે મહિલા ને ધમકી આપી હતી.


જામનગરમાં રણજીતસાગર માર્ગે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી મા રહેતી  ૩૮ વર્ષ ની એક પરિણીત મહિલા, કે જેના પતિનું અવસાન થઈ ગયું હોવાથી પોતાના સંતાન સાથે એકલી રહેતી હતી, અને તેણીને ખંભાળિયા તાલુકા ના ભાડથર ગામ ના અઝીઝ ઇબ્રાહીમભાઇ શાહમદાર સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ આ મહિલા હવે સબંધ રાખવા માંગતી ન હોય માટે  યુવક ને  ના પાડી હતી.

આથી ઉશ્કેરાયેલા અઝીઝ શાહમદારે મહિલા ને જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી. આ અંગે મહિલા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application