ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ ખાતે ગત સાંજે ચાર શખ્સો દ્વારા બઘડાટી બોલાવી, અહીંના કર્મચારીને બેફામ માર મારીને નુકસાની કરવા સબબ ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોરબંદર તાલુકાના કુછડીયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા ભરતભાઈ રામભાઈ ઓડેદરા નામના ૩૪ વર્ષના યુવાન દ્વારા ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા જેઠા ભીમા માયાણી, ગગુ ડાવા માયાણી, ભોજા ભીમા માયાણી તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી ભરતભાઈ ઓડેદરા ગઈકાલે મંગળવારે સાંજના સમયે ખંભાળિયા - જામનગર હાઈવે પર ધરમપુર વિસ્તારમાં આવેલા ટોલનાકા ઉપર ઇમરજન્સી લાઈન પર ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન એક અજાણ્યા સહિત ચાર શખ્સો તેમની મોટરકાર લઈને અહીં આવ્યા હતા.
આ શખ્સોને ફરિયાદી ભરતભાઈએ વાહનો માટે નિયત કરેલી લાઈનમાંથી પસાર થવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈને ઢીકા-પાટુનો માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા બેરીયર માટે લગાડવામાં આવેલા વેસલ સેપરેટરને તોડી નાખી, આનાથી આશરે રૂપિયા ૫૦,૦૦૦ જેટલું નુકસાન કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આમ, આરોપીઓ દ્વારા ટોલ ટેક્સ ન ભરવા બાબતે બોલાચાલી કરી, ઝઘડો કરી, ફરજ પરના કર્મચારીને માર મારીને ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે એક અજાણ્યા સહિત દાતા ગામના ચાર સભ્યો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech