રાજયમાં શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર અને કહેવાતા આરટીઆઈ એકિટવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના શખસની પોલીસે ધરપકડ કરી હતી. મહેન્દ્ર પટેલે ૧૮ કરતા વધુ શાળાઓનો તોડ કર્યેા છે. સુરત શાળા સંચાલક પાસેથી ૬૬ લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો. આ ઉપરાંત શાળમાં થતાં નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને પૈસા પડાવતો હતો.ત્યારે આ શખસ સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.ભાવનગરના સિંહોરમાં શાળા ધરાવનાર શાળા સંચાલક પાસેથી આ શખસે ધાક ધમકી આપી .૨૭.૫૦ લાખ પડાવી લીધા હતાં.જે અંગે રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સિહોરમાં માધનવનગરમાં રહેતા ભોળાભાઇ પરસોત્તમભાઇ ચૌહાણ(ઉ.વ ૪૫) દ્રારા સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેન્દ્ર નનુભાઇ પટેલ(રહે. બીટા કલાસીસ સરગાસણ ચોકડી,ગાંધીનગર) નું નામ આપ્યું છે.ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે,સને ૨૦૧૮થી શ્રી મનહરબાપા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સિહોર ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં તેઓ ટ્રસ્ટી છે.
ફરિયાદી એક પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે આરોપી મહેન્દ્ર પટેલ સિહોર અને ભાવનગર ખાતે અલગ–અલગ જગ્યાએ તથા ગાંધીનગર ખાતે પોતાની પ્રાઇવેટ કંપનીની ટાવેરા ગાડી માં લાલ અક્ષરથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી આકાર લે અવારનવાર અહીં આવી ફરિયાદીના ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનગંગા વિધા સંકુલ પ્રાથમિક શાળાના બનાવટી દસ્તાવેજો બનાવી માન્યતા રદ કરાવી ટ્રસ્ટને બદનામ કરી ફરિયાદીની સ્કૂલ વિદ્ધ આર.ટી.આઈ કરી તેઓની પાસેથી બળજબરીપૂર્વક સપ્ટેમ્બર ૨૦૧૯ થી આજદિન સુધી પિયા ૨૭.૫૦ લાખ રોકડા બળજબરીપૂર્વક પડાવી લીધા હોય અને સ્કુલના ખોટા બનાવટી દસ્તાવેજો બનાવડાવી ખોટા કેસમાં ફિટ કરી દેવા જેવી દાગ ધમકીઓ આપી વધુ પૈસાની માંગણી કરી હતી જે અંગે દ્રારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે જે ફરિયાદના આધારે સીઆઇડી સામે આઇપીસીની કલમ ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૮૪, ૩૮૯, ૫૦૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે
શાળાઓમાં બાળ ફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક મળ્યા બાદ કારસ્તાન આચર્યું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્ર પટેલને વર્ષ ૧૯૯૫માં શાળાઓમાં બાળફિલ્મો બતાવવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે બાદ તેના શિક્ષણખાતામાં સંપર્કેા વધતા તેનો દૂરપયોગ શ કર્યેા હતો. જો કે, આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરીને સીઆઇડી ક્રાઈમે રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ હાજર કર્યેા. જેમાં ૨ તારીખ સાંજે ૫ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.
૪૦૦થી વધુ ફાઈલો ઉપરાંત ૧ કરોડથી વધુની રોકડ રકમ મળી આવી હતી
આગાઉ સુરતમાં થયેલી ફરિયાદને લઇ સીઆઇડી ક્રાઈમની ટીમે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી તેની પાસેથી ૪૦૦થી વધુ ફાઈલો ઉપરાંત ૧ કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ સિવાય સોનાના દાગીના પણ મળી આવ્યા છે. જેને પણ શાળાની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. ઉલ્લેખનીય છે કે ૧૮ કરતા પણ વધુ શાળાઓનો તોડ કર્યેા હતો જેમાં દક્ષિણ ગુજરાતની ૧૨ કરતા પણ વધારે શાળાઓને તોડ કર્યેા હતો. સૂત્રો દ્રારા મળતી વિગતો મુજબ તોડબાજ મહેન્દ્ર પટેલ ગાંધીનગર સેકટર સાતમાં રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરીમાં પોલીસ દ્વારા ગેરવર્તન થતું હોવાની ફરિયાદ ઉઠી
April 30, 2025 10:50 AMવેરાવળ-ગાંધીનગર કેપિટલ નાઇટ ટ્રેનમાં એક સ્લીપર કોચ વધારાયો
April 30, 2025 10:50 AMકોલકાતામાં હોટલમાં ભીષણ આગથી 14ના મોત, જીવ બચાવવા લોકો ઉપરથી કુદ્યા
April 30, 2025 10:46 AMઓશવાળ એજયુ. ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો : આર.કે. શાહનો વળતો પ્રહાર
April 30, 2025 10:45 AMપોરબંદરમાં ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાએ જગાવ્યો રોમાંચ
April 30, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech