રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર સુર્યેાદય સોસાયટીમાં રહેતા કારખાનેદાર સુરેશ અમરશીભાઈ પરમારે બીગબજારમાં આશાપુરા ફાઈનાન્સ નામે ઓફિસ ધરાવતા ક્ષત્રિય અગ્રણી પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) અને તપાસમાં ખુલે તેની સામે મનીલેન્ડ એકટ ધમકી સહિતના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. પી.ટી.જાડેજા પાસેથી ત્રણ ટકા લેખે ૬૦ લાખ વ્યાજે લીધા હતા જે પરત આપી દેવા છતાં મકાનનો દસ્તાવેજ પાછો નહીં આપી વધુ વ્યાજ માગીને ધમકી આપતા હોવાનો આરોપ મુકાયો છે.
ફરિયાદની વિગતો મુજબ સુરેશભાઈ જુના માર્કેટીંગ પાસે ગજાનન રીપાવરીંગ નામે કારખાનું ધરાવે છે. તેને નાણાંની જરૂર પડતા મિત્ર યશપાલભાઈ પટગીરને વાત કરી હતી. યશપાલભાઈએ એક–બે જગ્યાએ વાત કરીશ કહી બીજા દિવસે મારે પી.ટી.જાડેજા સાથે વાત થઈ છે તે રૂપિયા આપે છે. સવારે તેની ઓફિસે રૂબરૂ મળવા જશું. બીગબજાર ખાતે આવેલી પી.ટી.જાડેજાની ઓફિસે મળવા ગયા હતા અને સુરેશભાઈએ ૬૦ લાખની જરૂર છે. પી.ટી.જાડેજાએ કહ્યું કે, મકાનના દસ્તાવેજ વગર પૈસા આપતો નથી. જેથી સાથે રહેલા યશપાલભાઈએ સુરેશભાઈ મારા મિત્ર છે સાટાખત પર પૈસા આપો તેને દસ્તાવેજનો ખોટો ખર્ચ નહીં તેમ કહેતા જેથી પી.ટીે.જાડેજાએ કહ્યું કે, હત્પં આવી રીતે આપતો નથી પરંતુ તમારા લીધે આપીશ. ગોંડલ મારા વકીલને જઈને મકાનની ફાઈલ બતાવી આપજો.
ગોંડલ વકીલને ફાઈલ બતાવી બાકીના વેરા અને ફાઈલ કલીયર કરી દેશે. ત્યારબાદ રાજકોટમાં ૧૫૦ ફત્પટ રીંગરોડ પર વિરાજ હોસ્પિટલ પાસે આવેલ બીજા વકીલને ત્યાં ફાઈલ લઈને ગયા હતા. ત્યાં વકીલે જરૂરી કાગળો કરાવી લઈ ઓરીજનલ ફાઈલ રાખી લીધી હતી. ત્યારબાદ તા.૨૨૩૨૦૨૪ના રોજ બન્ને ફરી પી.ટી.જાડેજાની ઓફિસે ગયા હતા અને ત્રણ ટકા લેખે ૬૦ લાખ વ્યાજે આપ્યા હતા. જેમાં ત્રણ મહિનાનું એડવાન્સ ૫.૪૦ લાખની રકમ કાપી લઈ ૨૯.૬૦ લાખ રોકડા અને ૨૫ લાખનું આરટીજીએસ કયુ હતું. સુરેશભાઈ પાસેથી સિકયુરીટી પેટે નાગરિક બેંકના ૫–૫ લાખના ૭ ચેક પણ લઈ લીધા હતા. સુરેશભાઈ દર મહિનાની ૧લી તારીખે યશપાલભાઈને ૧.૮૦ લાખ વ્યાજના આપી દેતા હતા અને યશપાલભાઈ પી.ટી.જાડેજાને આ રકમ આપી દેતા હતા.
પાંચ મહિના બાદ તા.૨૧૮ના રોજ પી.ટી.જાડેજાની ઓફિસે કામ કરતા હસુભાઈનો ફોન આવ્યો હતો કે, મુદલની રકમ ૧૧ તારીખે આપી જજો. જેથી સુરેશભાઈએ કહ્યું કે, અત્યારે નાણાની સગવડ થાય તેમ નથી હું વ્યાજ આપી દઈશ અને યશપાલભાઈને કહ્યું કે, પી.ટી.જાડેજા તમારૂ માનશે તમે વાત કરો. યશપાલભાઈ એ મહિનાનું ૧.૮૦ લાખ રૂપિયા વ્યાજ પી.ટી.જાડેજાને આપવા ગયા હતા પરંતુ જાડેજાએ આ રકમ લીધી નહીં અને મુદલ આપવા વાત કરી હતી. ત્યારબાદ જાડેજાના ત્યાંથી હસુભાઈ નામના વ્યકિતએ ફોન કરીને ફોન કરીને મુદલ આપી જજો નહીંતર સારાવટ નહીં રહે તેમ ધમકાવતો હતો. ધમકી મળતા પી.ટી.જાડેજાને રૂબરૂ મળીને વાત કરી હતી અને તેઓ ધમકી આપતા હોવાથી ફોન સ્વીચઓફ કરી દીધો હતો. આ વાત સુરેશના મોટાભાઈ પ્રવિણને ખબર પડી હતી જેથી ૧૦૯ના રોજ તેઓએ રૂબરૂ બોલાવ્યા હતા અને ૬૦ લાખની રકમ પેટે ૩૦ લાખ નાગરીકે બેકમાં પી.ટી.ના ખાતામાં જમા કરાવ્યા હતા. ૨૯.૬૦ લાખ રોકડા આપ્યા હતા. નાણા મળ્યા બાદ વહીવટ સંભાળતા હસુભાઈએ કહ્યું કે, પી.ટી. બહારગામ છે આવી જશે એટલે ફાઈલ આપી દઈશું. ત્યારબાદ સુરેશભાઈને તેના મિત્ર ધર્મેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો પી.ટી.જાડેજા રકમ ચુકવવામાં મોડૂં થયું એટલે ૧૦ ટકા વ્યાજ માગે છે જેથી સુરેશ પરમાર દ્રારા જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરીને પી.ટી.જાડેજા સામે ગુનો નોંધાવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech