રાજકોટમાં ચીટર બેલડી સામે વધુ ૨૦ કાર ભાડે લઈ જઈ કૌભાંડ કર્યાની ફરિયાદ

  • April 24, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાંથી સેલ્ફ ડ્રાઈવમાં ભાડા પર કાર લઈને ચાલતા કૌભાંડના ક્રાઈમ બ્રાંચે કરેલા પર્દાફાશમાં આવી વધુ ૨૦ કાર રાજકોટ તથા જામનગરના શખસે મળીને હડપ કર્યાના આરોપસર વધઉ બે ફરિયાદ નોંધાઈ છે. બન્ને શખસોની પૂછતાછ તપાસમાં કારનો આંકડો ૫૦થી ઉપર જવાનો અત્રે અંદાજે પાંચેક કરોડની કાર આવી રીતે સેલ્ફ ડ્રાઈવમાં ભાડે મેળવી કારસ્તાન કર્યાનું ખુલવાની સંભાવના છે.

રાજકોટના કોઠારિયા ગામ પાસે ખોડલધામ સોસાયટીમાં રહેતા કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી ગોગનભાઈ પટેલ તથા તેનો જામનગર સ્થિત મુખ્ય સાગરિત બિલાલ હશનશા શાહમદાર બન્નેએ મળીને રાજકોટમાંથી બે માસ દરમિયાન ૫૦ જેટલી કાર સેલ્ફ ડ્રાઈવ પર ભાડે મેળવી કૌભાંડ કયુ હતું. ગત સોમવારે ક્રાઈમ બ્રાંચે ૨૬ કારની ફરિયાદી નોંધી હતી.

વધુ ૨૦ કાર ભાડે મેળવી પરત ન આપ્યાની કે ભાડે ન ચૂકવ્યાની વધુ બે ફરિયાદ નોંધાઈ છે જેમાં રૂષિલ હર્ષદભાઈ ઉનડકટ નામના ટ્રાવેલ્વ ધંધાર્થી રહે.૮૦ ફટ રોડ લમણ ટાઉનશિપે નોંધાવેલી ફરિયાદમાં પોતાની કાર ઉપરાંત અમિતભાઈ, ચંદ્રજીતસિંહ પૃથ્વીસિંહ જાડેજા, ભરતભાઈ પ્રભાતભાઈ ડાંગર અને અન્ય પરિચિતોની મળી સાત કાર ભાડે લઈ જઈ છેતરપિંડી આચર્યાના અરોપસર બન્ને સામે ગાંધીગ્રામ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
અન્ય એક ફરિયાદમાં આજીડેમ ચોકડી પાસે સત્યમપાર્ક–૧માં રહેતા મનોજ શૈલેષભાઈ મુંધવાએ તાલુકા પોલીસ મથકમાં બન્ને શખસો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાની તેમજ વિજયસિંહ મોહનસિંહ વાઘેલા, ધવલ મુકેશભા, સરધારા, ભૌતિક દિલીપભાઈ ટોલિયા, હસીક કિશન બાળા, જય બોરિચા, ખોડુભાઈ વજુભાઈ માલાની મિત્રોની મળી કુલ ૧૩ કાર ભાડા પર લઈ ગયા બાદ સમયસર ભાડું નહીં ચૂકવી કાર પણ હડપ કરી લીધાનો આરોપ મુકયો છે.
આરોપી બેલડીમાં આકાશ ઉર્ફે અકી રાજકોટમાંથી કાર ભાડા પર લઈને સાગરિત જામનગરના બિલાલને આપતો હતો બીલાલ અન્યોને ઉંચા ભાડે અથવા બન્ને મળીને ગિરવે મુકતા કે અન્યોને બારોબાર વેચી દેતા હોવાની પણ પોલીસે આશંકા સેવી છે. ૧.૭૦ લાખની વધુ ૨૦ કાર ક્રાઈમ બ્રાંચે કબજે લીધી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application