સરકારી જમીન સંપાદિત થાય તો વળતર મળે કે નહીં? મામલો કલેકટર સમક્ષ પહોચ્યો

  • October 18, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારના કોઈ પ્રોજેકટમાં યારે સરકારી જમીન સંપાદિત કરવાની થાય ત્યારે તેવા કિસ્સામાં વળતર મળે કે નહીં ? સરકારે અન્ય કોઈ સંસ્થાને બજાર કિંમતથી ઓછા ભાવે અથવા તો ટોકન દરે જમીન ફાળવી હોય તો આવા કિસ્સામાં વળતરનો અધિકાર કોનો ?તે સહિતના મામલે વિવાદ ઉભો થતા સમગ્ર પ્રકરણ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સમક્ષ મૂકવામાં આવ્યું છે. કલેકટર આ સંદર્ભે શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.

આ સમગ્ર પ્રકરણની બહાર આવતી વિગત મુજબ રેલવે તત્રં દ્રારા રાજકોટ થી કાનાલુસ સુધીની સિંગલ લાઈન બ્રોડગેજમાં પરિવર્તિત કરવા માટેનો પ્રોજેકટ ચાલી રહ્યો છે અને તે માટે તેર ગામમાં આવેલી જમીન સંપાદન કરવામાં આવી છે. રાજકોટની ભાગે ક્રિકેટ સ્ટેડિયમ નજીક આવેલી ખંઢેરીના સર્વે નંબર ૨૬૨ ની જમીન સરકારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ને ફાળવી હતી. આમાંથી ૨૦૦૦ ચોરસ મીટર જમીન સંપાદન કરવાની થાય છે. એનડીડીબીએ વળતરની માંગણી કરી છે અને પ્રાંત અધિકારી ગ્રામ્ય દ્રારા સહકારી સંસ્થાને સરકારી જમીન માટે વળતર મળે કે નહીં ? આ કિસ્સામાં સહકારી સંસ્થાને નજીવા દરે જમીન આપવામાં આવી છે ત્યારે સંપાદનમાં મળતી રકમ માટે તે હકદાર છે કે નહીં ?તેવું માર્ગદર્શન કલેકટર પાસે માગવામાં આવ્યું છે. એનડીડીબીની એવી દલીલ છે કે આ જમીન ફરતે અમારા ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. બાંધકામ પણ કરાયું છે ત્યારે વળતર સંસ્થાને મળવું જ જોઈએ. રેવન્યુ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા કલેકટરે આ મામલે પડધરીના મામલતદારને તમામ રેકોર્ડ સાથે બોલાવ્યા હતા અને વિગતો જાણી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application