ખંભાળીયામાં આધેડ ઉંમરના બાઇકચાલકને ચાલુ બાઈકએ ચક્કર આવતા થાંભલા સાથે માથું ભટકાતા માથામાંથી લોહી નીકળવા લાગેલ હોય જેથી તાત્કાલિક સારવાર અર્થે પોલીસ વાહનમાં જિલ્લા ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારકા દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઇ વી. એમ. સોલંકી તથા સાથેના ટ્રાફિક પોલીસ ખંભાળિયા મિલન ચાર રસ્તા ખાતે ટ્રાફિક ફરજ પર હતા, દરમિયાન સલાયા ફાટક તરફથી એક આધેડ ઉંમરના બાઇક ચાલક ધનાભાઈ રણમલભાઈ મકવાણા રહે હંસ્થળ વાળાને ચાલુ બાઈકે કોઈ કારણોસર ચક્કર આવતા બાઇકચાલક થાંભલા સાથે ભટકાતા નીચે પડી ગયા હતા.
માથામાંથી એકદમ લોહી નીકળવા લાગેલ હોય જેથી ફરજ પરના પીએસઆઇ તથા સાથેના ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા સરકારી વાહનમાં તાત્કાલિક ખંભાળિયા સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ તેમજ ઈજા પામનારના સગાઓને જાણકારી હોસ્પિટલે બોલાવેલ તેમજ સરકારી હોસ્પિટલ ખંભાળિયા ફરજ પરના ડોક્ટરે સારવાર આપી હતી, પોલીસની આ કામગીરી દર્દીઓના પરિવારજનોએ આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech