કોઈપણ ઓફિસમાં કર્મચારીને કોઈ ફરિયાદ ન હોય તે કહેવું મુશ્કેલ છે, પરંતુ કર્મચારીઓ ફરિયાદ કરવા આગળ આવતા નથી. જો ફરિયાદો કામના દબાણને લગતી હોય તો કંપનીઓ પણ તેને છુપાવે છે. બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોટિગ (બીઆરએસઆર) ડેટા અનુસાર, ૨૦૨૩માં લગભગ ૯૪૪ કંપનીઓના કર્મચારીઓ દ્રારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તે સ્પષ્ટ્ર છે કે, કાં તો તેમને કંપની સાથે કોઈ ફરિયાદ નહોતી અથવા ફરિયાદો છુપાવવામાં આવી હતી.
ડેટા અનુસાર, ભારતની ટોચની ૧૦૬૨ લિસ્ટેડ કંપનીઓને ૨૦૨૩માં કર્મચારીઓ તરફથી સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત ૨.૨૦ લાખથી વધુ ફરિયાદો મળી હતી. આ સિવાય ઓવર વકિગની લગભગ ૭૫ હજાર ફરિયાદો આવી હતી. આ ફરિયાદો માત્ર કેટલીક કંપનીઓમાં જ જોવા મળી હતી. ૯૨૦ કંપનીઓએ કહ્યું કે, તેમને કામ કરવાની પરિસ્થિતિઓ અંગે કોઈ ફરિયાદ મળી નથી. કંપનીઓ દાવો કરે છે કે, તેઓએ તમામ ફરિયાદોનું નિરાકરણ કરી લીધું છે. કંપનીઓમાં સુરક્ષાને લગતી મોટાભાગની ફરિયાદો મહિલાઓની છે. જો કે, મોટા ભાગના કિસ્સાઓમાં મહિલાઓ ફરિયાદ નોંધાવતી નથી.
ટાટા ઇન્સ્િટટૂટ આફ સોશિયલ સાયન્સના પ્રોફેસર બિનો પોલ કહે છે કે, કર્મચારીઓ તરફથી ફરિયાદ ન ઉઠવી એ ગંભીર ચિંતાનો વિષય છે. આ વાત અશકય છે કે ત્યાં કોઈ ફરિયાદો ન હોય. પ્રો. પૌલે કહ્યું કે, કંપની અને કર્મચારી મેનેજમેન્ટ વચ્ચે વધુ નફો મેળવવા માટે સંબધં રહ્યો છે. આવી સ્થિતિમાં કર્મચારીની સ્વાયત્તતા ઘટી રહી છે.
રોજગાર અને શ્રમ કાયદાના નિષ્ણાત વિક્રમ શ્રોફ જણાવે છે કે, કંપનીઓએ સ્વાસ્થ્ય અને સલામતી સંબંધિત કેટલાક કાયદાઓનું પાલન કરવાની જર છે. કેટલાક કિસ્સાઓમાં, આરોગ્ય અને સલામતી અંગે સમિતિની રચના કરવાની જર છે. જો કે, કોવિડના અનુભવને ધ્યાનમાં રાખીને, કેટલીક કંપનીઓ કાર્યસ્થળ પર વધુ સાં વાતાવરણ પ્રદાન કરી રહી છે. કેટલીક કંપનીઓ સમયાંતરે સર્વે વગેરે દ્રારા કર્મચારીઓની સમસ્યાઓ જાણતી રહે છે અને તેનું નિરાકરણ કરે છે. આનાથી ફરિયાદો ઓછી અથવા દૂર થઈ છે.
અન્નસ્ટ એન્ડ યગં (ઈવીય) ઇન્ડિયાની ૨૬ વર્ષીય મહિલા કર્મચારી એના સેબેસ્ટિયન પેરેઇલનું પુણેમાં અવસાન થયું હતું. આરોપ છે કે, એનાનું મોત કામના વધુ પડતા દબાણને કારણે હાર્ટ એટેકથી થયું હતું. તેમજ ચેન્નઈમાં વધુ કામના ભારણને કારણે સોટવેર એન્જિનિયર કાર્તિકેયને (૩૮) આત્મહત્યા કરી લીધી.
લખનૌમાં એચડીએફસી બેંકની મહિલા અધિકારી સદફ ફાતિમા (૪૫)નું ખુરશી પરથી પડી જવાથી મોત થયું હતું. ત્યારે તબીબોએ હાર્ટ એટેકના કારણે મોત થયાની આશંકા વ્યકત કરી છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, તે ભારે દબાણ હેઠળ કામ કરી રહી હતી.
દક્ષિણ કોરિયન કંપની સેમસંગના તમિલનાડુમાં શ્રીપેમ્બુદુર પ્લાન્ટમાં ૧૭ દિવસથી હડતાળ ચાલી રહી છે. કંપનીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ચેતવણી આપી છે. કર્મચારીઓ પગારમાં વધારો કરવા, કામના કલાકો ૮ કલાક કરવા, સેમસગં ઈન્ડિયા લેબર વેલ્ફેર યુનિયનના નામે સંગઠન બનાવવા અને કંપની પાસેથી માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech