BREAKING NEWS

અહેસાનભાઈ ચૌહાણે હિન્દુ-મુસ્લીમ બહેનો અને દિવ્યાંગ બહેનોને મનપસંદ ભોજન કરાવી હરણી રોજુ ખોલાવ્યું, કોમી એકતાના થયા દર્શન

  • March 18, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોમી એકતાના મશાલચી અહેસાનભાઈ ચૌહાણે હિન્દુ-મુસ્લીમ બહેનો અને દિવ્યાંગ બહેનોનું 27મું હરણી રોજું ખોલાવ્યું હતું. આ બહેનો માટે અહેસાનભાઈએ તેમનું મનપસંદ ભોજન કરાવ્યું હતું. જેનાથી કોમી એકતાના દર્શન થયા હતા. 


અહેસાન ચૌહાણે કહે છે કે, અમારો એક જ હેતુ છે કે સમાજમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારો કાયમ જળવાઈ રહે. મેં અલ્લાહ અને ભગવાન પાસે દુઆ કરી છે કે આપણો આ પ્રેમ અને એકતા સદાય ટકી રહે. જ્યારે આપણે સાથે મળીને કોઈની સેવા કરીએ છીએ, ત્યારે સાચો ધર્મ સાર્થક થાય છે.

આ પ્રકારના આયોજનો સમાજમાં નફરતને દૂર કરી પ્રેમના બીજ રોપવાનું કામ કરે છે. એક તરફ પવિત્ર રમઝાન માસની બરકત અને બીજી તરફ પરસ્પર સહયોગની ભાવનાએ સાબિત કરી દીધું છે કે માનવતાનો ધર્મ સૌથી મોટો છે. હરણી વિસ્તારમાં યોજાયેલા આ 27માં રોજાના કાર્યક્રમની ચર્ચા અત્યારે સમગ્ર શહેરમાં થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application