સૌરાષ્ટ્ર્રનું પાટનગર કે બિઝનેસ હબ તરીકે ઉભરેલા રાજકોટ શહેરમાંથી જ પ્રથમ ચૂંટણી લડીને વડાપ્રધાનપદ સુધી પહોંચેલા નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી છે. આ એરપોર્ટ પ્રારંભિક તબકકે શરૂ થતાની સાથે એરપોર્ટમાં વિવિધ કોન્ટ્રાકટોમાં કમિશન કાંડ પણ મોટા પાયે ચાલુ થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને આ બાબતે ઉચ્ચ સ્તરે લેખીત ફરિયાદો પણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો આવું થઇ રહ્યું હોય કે સત્ય હોય તો પીએમના ડ્રીમ પ્રોજેકટમાં સોનાની થાળીમાં લોઢાની મેખ હોવાનું કહી શકાય. ઉચ્ચ સ્તરે થયેલી ફરિયાદમાં સત્ય અને તથ્ય કેટલું તે તપાસના અંતે બહાર આવી શકે પરંતુ સમયાંતરે કોઇના કોઇ બાબતે વિવાદના વમળમાં આવતું રાજકોટ એરપોર્ટ કોન્ટ્રાકટોના મામલે ફરી ચર્ચાના ચકડોળે ચડયું છે.
હીરાસર સ્થિત ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગત વર્ષે વડાપ્રધાનના હસ્તે ખુલ્લું મુકાયું હતું. હજી આ એરપોર્ટ ડોમેસ્ટીક લેવલે કાર્યરત બન્યું છે પરંતુ એરપોર્ટમાં લાખો–કરોડોના કોન્ટ્રાકટ બાબતે વ્હાલા–દવલાઓની કે કોન્ટ્રાકટ પોતાના અંગત મળતિયાઓને અપાવી દેવાની ચાલ ચાલી રહ્યાની ચર્ચાઓ છે. આ બાબતે ઉચ્ચ સ્તરે થયેલી લેખીત ફરિયાદોમાં વષાતે લાખો કરોડોના કમાણી કરતા કે કામ આપતા કાર, પાકિગ, ટ્રાવેલ ટેબલ, સેલ્ફ ડ્રાઇવ કાર, ટ્રોલી, સફાઇ સહિતના વિવિધ કોન્ટ્રાકટ આપવા કે ચલાવવામાં જેના હાથમાં તેના મોંમાની માફક એરપોર્ટ ઓથોરિટી સાથે સંકળાયેલા કે ફરજ બજાવતા ચોકકસ વ્યકિતઓ દ્રારા યેનકેન પ્રકારે ટેન્ડરોમાં નવાજુની કરીને આવા કોન્ટ્રાકટો પોતાના હસ્તગત થાય અથવા તો તેમાંથી મોટી મલાઇ તારવી શકાય તેવા કમિશન કાંડ ચાલતા હોવાના આક્ષેપો થયા છે.
કોન્ટ્રાકટ બાબતે ચિંધાયેલી આંગળીઓ સાથે એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, એરપોર્ટમાં થતાં વિવિધ કામો કે કોઇપણ તત્કાલીન અથવા શોર્ટ ટાઇમ કોન્ટ્રાકટ કે કામના બીલો મનફાવે તેવા બની જાય છે ઘણી વખત તો એવું પણ બને છે કે જે કામ થયા ન હોય કે કાર્યવાહી જ ન થઇ હોય આમ છતાં આવા કામોનો ઓનપેપર બીલ બને છે અને રકમ પણ જે તે વ્યકિતને ચૂકવી દેવામાં આવે છે. ગંભીર આક્ષેપ એવો પણ છે કે, જયારે વડાપ્રધાને એરપોર્ટ ખુલ્લું મુકયું આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટા ખોટા બીલો સ્થાનિક કક્ષાએ મંજુર પણ થઇ ગયા. દવા છંટકાવ અને કાર્યક્રમમાં કાંઇ બન્યું જ ન હતું છતાં પણ આવા બીલો ખોટા ઉભા કરાયા હતાં. જે તે ટેબલે આ બીલ પાસ થવા પહોંચતા એકાઉન્ટનું કામ સંભાળનાર જવાબદાર કર્મચારીના હાથમાં આ બીલ પહોંચ્યા અને તેઓએ બીલ પાસ કરવાનું કે આવું ખોટું નહીં ચાલે અથવા પોતે આવા બીલ પર સાઇન નહીં કરે તેવો ફરજનિતા દાખવીને વિરોધ દર્શાવ્યો હતો. આમ છતાં આ બીલ ઉપર લેવલે કોણે પાસ કરી દીધા તે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
એરપોર્ટ ટર્મિનલમાં પેસેન્જર ટેકસીની પણ ભારે બબાલો છે, શું પેસેન્જરોને ખેંચી લેવા કે પેસેન્જરો ખપ પુરતા મળતા ન હોય તેને લઇને સાચા–ખોટા આક્ષેપો થતાં હશે કે કેમ ? તે પણ તપાસનો વિષય છે. હાલના તબકકે તો ચોકકસ વ્યકિતઓ દ્રારા હીરાસર એરપોર્ટ ઓથોરિટીના જે તે વ્યકિતઓ સામે આંગળી ચીંધીને ઉચ્ચ સ્તરે લેખીત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ મુંબઇ તેમજ દિલ્હી સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે. જો ત્યાંથી ઉચ્ચ લેવલની કમિટી તપાસ અર્થે આવે કે આ લેખીત ફરિયાદ (આક્ષેપો)માં સત્ય શું છે તે નિાપૂર્વક તપાસ થાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકે, બાકી અત્યારે તો લેખીત ફરિયાદ આક્ષેપો સમી ગણી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech