સમગ્ર ગુજરાત સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરી રહેલા વિદેશી નાગરીકોની તપાસ હાથ ધરવામા આવી રહી છે. જેને લઈ ૨૦૦ પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી ભાવનગર શહેર ઉપરાંત મહુવા અને પાલીતાણા ડિવીઝનમાં સઘન તપાસ હાથ ધરી ચેકીંગ કરવામાં આવ્યુ હતું. અને શંકાસ્પદ લોકોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન સહીતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા વિદેશી ઘુસણખોરોને પકડી પાડવા માટે ચેકીંગનું આયોજન કરવા જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલે સુચના આપી હતી. જેને અનુસંધાને ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ સુનેસરા અને ડિવીઝન વાઈઝ પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટેશન વાઈઝ ૨૦ પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી હતી. જે ટીમોએ પોલીસ સ્ટેશન વાઈઝ વિવિધ પોકેટ કે જ્યાં આવા ઇસમો મળી આવવાની શક્યતા હોય જેને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા હતા.
ક્રોમ્બીંગ અનુસંધાને બે દિવસ દરમિયાન ભાવનગર શહેરના કુંભારવાડાના કાશ્મીરી કવૈર્ટર, લાલ કારખાના પાસે, નવી મીલની ચાલી, મોતીતળાવ, કાજીવાડ, પ્રભુદાસ તળાવ, વિઆઈપી ડેલો, સાઢીયાવાડ, મફતનગર, રાણીકા, શેરડીપીઠનો ડેલો, માઢીયા રોડ, સુભાષનગર-૫૦ વારીયા, સીદસર-૫૦ વારીયા સહિતના શ્રમ વિસ્તારોમાં ચેકીંગ કરાયું હતું. જ્યારે તળાજા મેમણ કોલોની, સરતાનપર, રાથામાંના વડલા પાસે, પાવઠી, કેબીન ચોક તેમજ પાલીતાણા ડિવીઝન તળેના સિહોર જીઆઈડીસી, રહેમતનગર વિસ્તાર, હાથીયાધાર વિસ્તાર, ભીલવાસ પાલીતાણા, રેલવે સ્ટેશન વિસ્તાર, ધોળા ગામ, દાતાર ચોકડી આસપાસ ઉમરાળા, ઘાંચી વાડ ગારીયાધા, બાગેઅમન વિસ્તાર ગારીયાધાર સહિતના વિવિધ સ્થળોએ જેમાં યુપી, બિહાર, એમપી, પશ્વિમ બંગાળ, ઓડીસા, ઝારખંડ, છતીસગઢ, રાજ્યોના આશરે ૧૫૦૦ જેટલા ઈસમોનું સઘન ચેકીંગ કરી તેઓના ડોક્યુમેન્ટ, વોટર આઈડી, આધાર કાર્ડનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMહળવદ:ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે તંત્રની અણ આવડતને લીધે હજારો લિટર પાણીનો વેડફાટ
April 28, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech