જૂનાગઢ જિલ્લ ામાં ગેરકાયદેસર બાયોડીઝલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.બાયોડીઝલનો ખુલ્લ ેઆમ વેપલો થઈ રહ્યો હોવાનું ખુદ જૂનાગઢ જિલ્લ ા પેટ્રોલ પપં એસોસિએશન દ્રારા તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અવારનવાર રજૂઆત છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે લાલ આખં કરવાના બદલે કુણું વલણ અપનાવવામાં આવી રહ્યું છે.અનેક સ્થળોએ તો કેબિનમાં પણ ફાયર સેફટી કે લાયસન્સ વગર પેટ્રોલિયમ પદાર્થેાનું વેચાણ થઈ રહ્યું છે છતાં પણ તંત્રને જાણે કે અકસ્માતની ચિંતા જ ન હોય તેમ કાર્યવાહી અંગે આખં મીચામણા કરી રહ્યું છે. શહેરના એક વિસ્તારમાં તો મુખ્ય સરકારી કચેરી પાસે જ પરવાનગી વગર વલનશીલ પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે છતાં પણ પુરવઠા વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી.તંત્રની બેદરકારીથી પેટ્રોલ પપં ધારકોને નુકસાન અને વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. હજુ પણ અનેક સ્થળોએ ગેરકાયદેસર બાયોડીઝલનો બે નંબરનો ધંધો ચાલી રહ્યો છે. પેટ્રોલ પપં એસોસિએશન દ્રારા તો તંત્રને ખુલ્લ ેઆમ બાયોડીઝલનું વેચાણ થતું હોવાની લેખિત જાણ પણ કરી હતી પણ તત્રં જાણે કે ગેરકાયદેસર પ્રવૃત્તિને છાવરતુ હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. સરકાર દ્રારા નિયમિત અનાજનો જથ્થો અપાતો હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ તહેવારો આવી ગયા પરંતુ જિલ્લ ામાં વ્યાજબી ભાવની દુકાનોમાં તુવેરની દાળનો જથ્થો આવ્યો નથી ગત મહિને પણ ખાંડ મળી ન હતી. તે પૂર્વે તેલ મળ્યું ન હતું.પૂરતા પ્રમાણમાં રેશનીંગનો જથ્થો અપાતો ન હોવાથી દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ થાય છે.જુનાગઢ જિલ્લામાં પરવાનગી વગરના અનાજનો જથ્થો પણ ખુલેઆમ હેરાફેરી થઈ રહી છે. પરંતુ તત્રં આવા તત્વોને ઝડપવામાં માત ખાઈ રહ્યું છે. શહેરી વિસ્તારમાં જ અનેક શેરીઓમાં ખુલ્લ ેઆમ છકડો રિક્ષામાં અનાજની લે–વેચ થાય છે. પરંતુ માત્ર એસી ઓફિસમાં કામગીરી કરતા તંત્રની નજરે ચડતું નથી. જૂનાગઢ પુરવઠા વિભાગ દ્રારા બે માસ દરમિયાન ત્રણ તાલુકાઓમા ૧૧ સ્થળોએથી પરવાના વગરનો ૩૪ હજાર કિલોથી વધુ અનાજનો જથ્થો ઝડપી ૨૩.૩૪ લાખનો મુદ્દામલ કબ્જે કરવામાં આવ્યો હતો.જેમાં છ કેસમાં ઝડપાયેલ ઈસમો સામે માત્ર મામુલી રકમની દડં ફટકાર્યેા હતો. કેશોદમાં ૫, મેંદરડામાં બે અને જૂનાગઢ ગ્રામ્ય માં ૪ મળી ૧૧ સ્થળોએથી પરવાના વગરનો ૨૩. ૩૪ લાખની કિંમતનો ૩૪.૮૮ હજાર કિલો અનાજનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જિલ્લ ાના નવ તાલુકાઓ માંથી માત્ર ત્રણ તાલુકાઓમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો મળ્યો ત્યારે અન્ય તાલુકાઓમાં તો જાણે સબસલામત હોય તેમ તત્રં માત્ર ટાર્ગેટ પૂર્ણ કરી કામગીરી કરવાનો સંતોષ માની રહ્યું છે. જિલ્લ ામાં વાહનો ગલીઓમાં આવી મોટાપાયે અનાજ ખરીદવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે.જેથી સરકારી અનાજ પગ કરી જાય છે.આવા ઈસમોને ઝડપવા તત્રં ખાસ ડ્રાઇવ કરે તો મોટું કનેકશન ઝડપાવાની પણ શકયતા સેવાઈ રહી છે. મ જુનાગઢ જિલ્લામાં પુરવઠા તંત્રની બેદરકારીથી ગેરકાયદેસર બાયોડીઝલ અને પરવાના વગરનું અનાજ પગ કરી જાય છે.જિલ્લ ામાં વહીવટી કાર્યવાહીમાં નંબર વન હોવાનો દાવો કરતું તત્રં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા ખરા અર્થમાં કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech