રૂા.૨.૭૮ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા કોલેજિયનનું મુંબઇથી માલ લાવ્યાનું રટણ

  • January 09, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રંગીલા રાજકોટમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.ખાસ કરીને યુવાનો અને તેમાપણ કોલોજીયન વિધાર્થીઓ ડ્રગ્સના રવાડે ચડી જીવન બરબાદ કરી રહ્યા છે.ત્યારે શહેર એસઓજીની ટીમે ભવાનીનગરમાંથી ૨૧.૩૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે કોલેજીયન યુવાનને દબોચી .૨.૭૮ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો. પોલીસની તપાસમાં અન્ય કોલજીયન યુવાન દક્ષરાજસિંહ જાડેજાનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.પોલીસની પુછપરછમાં મુંબઇથી ડ્રગ્સ લાવ્યો હોવાની રટણ કયુ હતું.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાએ યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ નાર્કેાટીકસ પદાર્થેાનું વેંચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત પેડલરો અને નશાના બંધાણી સામે કાર્યવાહી કરવાની આપેલ સૂચનાના પગલે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ મોહન માજીરાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન એએસઆઈ ધર્મેશ ખેર અને હેડ કોન્સ્ટેબલ ફિરોજ રાઠોડને અંશુ ઉર્ફે અંશુ બાબુભાઈ ચૌહાણ નામનો શખસ એક નંબર પ્લેટ વગરના એકસેસમાં એમડી ડ્રગ્સ સાથે પુષ્કરધામ મેઇન રોડ ભવાનીનગર–૨ શેરી નં–૧ ના ખુણેથી નિકળવાનો છે તેવી માહિતી મળી હતી. જેથી સ્ટાફ ભવાનીનગર ૨ શેરી નં–૧ ના ખુણે વોચમાં હતો ત્યારે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર તરફથી એક શખસ એકસેસ સાથે નીકળતા એસોજીની ટીમે તેને રોકવાનો પ્રયાસ કરતાં તેને ભગવાનો પ્રયાસ કર્યેા હતો અને એકસેસ સ્લીપ થતાં તે રોડ પર પટકાયો હતો.
બાદમાં પોલીસે આ શખ્સને પકડી તેનું નામ પૂછતા અંશુ ઉર્ફે અંશુ બાબુ ચૌહાણ (ઉ.વ.૨૦) (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટર નં.૮, ભગતસિંહ ગાર્ડન પાસે, મૂળ આજમગઢ, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમે આરોપી પાસેથી મેફેડ્રોન ૨૧.૩૫ ગ્રામ .૨.૧૩ લાખનો મુદામાલ સાથે કુલ .૨.૭૮ લાખની મતા સાથે આરોપીની ધરપકડ કરી યુની. પોલીસને સોંપવામાં આવ્યો હતો.
વધુમાં યુની. પોલીસ મથકના પીએસઆઇ વિ. જી.ડોડીયા અને ટીમે આરોપીની પૂછતાછ કરતા આરોપી અંશુ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ફર્નિચરનું કામ કરે છે.તે તથા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો દક્ષરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સાથે મળી મુંબઈથી મેફેડ્રોન લઈ આવ્યાં હતાં અને રાજકોટમાં છૂટક પડીકી બનાવી વેચવાના હતા. પોલીસે અન્ય આરોપી દક્ષરાજસિંહ જાડેજાની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application