રાજકોટ શહેરમાં વાડ જ ચીભડા ગળે એ રીતે સબ રજીસ્ટ્રાર કચેરીના જ કોન્ટ્રાકટ બેઈઝ પરના કર્મચારી તથા વકીલે મળી કરોડોની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને આચરેલા કૌભાંડમાં કલેકટર દ્રારા પ્યાદા નહીં મુળ સુધી જવા તપાસ કરવા અને મુખ્ય સુત્રધાર, મોટામાથાઓ હોય તો પણ કાર્યવાહી કરવા આદેશ છોડયા છે.
રાજકોટ સબ રજીસ્ટ્રાર ઝોન–૧ કચેરીમાં આઉટ સોર્સ પર કામ કરતા કમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ શાંતિલાલ ઝાલાને બોગસ દસ્તાવેજ બાબતે રંગેહાથ પકડી લેવાયા બાદ પ્ર.નગર પોલીસને સોંપાયો હતો. સબ રજીસ્ટ્રાર અતુલ દેસાઈની ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે જયદીપ ઉપરાંત તેની સાથે હાલ સુત્રધાર ગણાતા અને પોલીસના હાથમાં હજી સુધી નહીં આવેલા આઉટ સોર્સ પુર્વ કર્મચારી હર્ષ સાહલીયા ઉર્ફે હવે સોની તથા વકીલ કિશન ચાવડા સામે ગુનો નોંધાવ્યો હતો.
અત્યારે આવી ૧૭ મિલકતોના બોગસ દસ્તાવેજો બન્યાનું ખુલ્યું છે. આરોપી જયદીપના ચાર દિવસના રીમાન્ડ પણ પુરા થઈ ગયા છે પરંતુ
(અનુ. ૧૧મા પાને)દસ્તાવેજ કૌભાંડ
(છેલ્લા પાનાનું ચાલુ)
પોલીસને હજી સુધી આગળની કોઈ કડી કે અન્ય આરોપી હર્ષ, કિશન પણ હાથ લાગ્યા નથી. અત્યારે તપાસ બન્નેને શોધવા ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ, કાગળીયાઓ તૈયાર કરવા પુરતી રહી છે. જયદીપે તો પોલીસ સમક્ષ હર્ષ પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો અને પોલીસ પણ હર્ષ જ હશે માનીને હર્ષના અને વકીલ કિશનના ઈંતઝારમાં હશે.
બીજી તરફ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જુના દસ્તાવેજોમાં ચેડા કરીને થયેલા કૌભાંડથી કલેકટર તત્રં પણ હરકતમાં આવી ગયું છે. અત્યારે જિલ્લ ાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં છાનેખુણે તપાસ ચાલી રહી છે કે, આવા અન્ય દસ્તાવેજ બન્યા છે કે નહીં. આજે સમગ્ર કૌભાંડ સંદર્ભે કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, તપાસ પ્યાદા સુધી સિમિત ન રહે અને સુત્રધાર સુધી પહોંચવા કોઈને ન છોડવા તટસ્થ તપાસ થાય તેવા આદેશ કરાયા છે. કલેકટર તત્રં દ્રારા પણ પોલીસની સાથે દસ્તાવેજો સંદર્ભે તપાસ ચાલી રહી છે.
તકેદારીના ભાગરૂપે હવે તમામ રજીસ્ટ્રાર કચેરીમાં સીસીટીવી કેમેરા ફરજીયાત મુકાયા છે. ઉપરાંત એજન્સીને પણ તેમના કર્મચારીઓની દર છ મહિને રોટેડ બદલીઓ કરવા આદેશ કરાયો છે. અધિકારીઓને પણ તપાસ સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન સબ રજીસ્ટ્રાર કચેરીના કોઈ કર્મચારી, અધિકારી કે, કોઈની કોઈપણ પ્રકારની બેજવાબદારી કે સંડોવણી ખુલશે તો તેઓની સામે પણ સખત પગલા લેવાશે.
અત્યારે રૈયા સર્વેની રાવલની તેમજ અન્ય એક જમીન સંદર્ભે દસ્તાવેજોમાં ચેડા થયાની મળેલી ફરિયાદને ધ્યાને લઈને આ બન્ને દસ્તાવેજોમાં સુઓમોટો લઈને કાર્યવાહી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech