ગીર સોમનાથ જિલ્લ ામાં જે વિસ્તારમાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં ૧૦ ટકાથી વધુ તફાવત હોય તેવા સ્થળોએ મતદાર જાગૃતિ કામગીરી અંતર્ગત જિલ્લ ા કલેક્ટર અને જિલ્લ ા ચૂંટણી અધિકારી શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી ’અવસર રથ’ ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પ્રભાસોત્સવ-૨૪ના કાર્યક્રમમાં સાંજે સહભાગી થવા આવેલા કલેકટરએ આ ’અવસર રથ’નું રામ મંદિર પ્રાંગણમાં નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લ ા ચૂંટણી અધિકારીશ્રીએ ૧૦ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આપીને લોકશાહીના અવસરને દીપાવવા માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે, નારી શક્તિ પણ લોકશાહીના આ અવસર નિમિત્તે બહાર આવી મતદાન કરે.
તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં મતદાન જાગૃતિ માટે ’અવસર રથ’ જિલ્લ ાના વિવિધ ગામોમાં ફરીને મતદાન અંગેની જાગૃતિ ફેલાવશે.
જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લ ા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાનો એક આ વધુ પ્રયાસ છે.
ઉલ્લ ેખનીય છે કે, ’અવસર રથ’માં સાઉન્ડ સિસ્ટમ સાથે મતદાન જાગૃતિ માટે વિવિધ સ્લોગન, જોડકણાં સાથેની સંગીતમય પ્રસ્તુતિ દ્વારા લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ સાથે, પ્રભાસોત્સવ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા કલાકારો દ્વારા લોકોને મતદાર જાગૃતિ માટેનો સંદેશો લોક નૃત્યના માધ્યમથી આપવામાં આવ્યો હતો.
અવસર રથના આ નિરીક્ષણ અવસરે નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આર એન્ડ બીના કાર્યપાલક ઇજનેર સુનિલ મકવાણા, મામલતદાર (ગ્રામ્ય) આરઝુ ગજ્જર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech