રાજકોટ શહેર જિલ્લ ામાં રેશનીંગ કાર્ડ ઈ–કેવાયસીને લઈને કાર્ડધારકોમાં થતાં દેકારા અને કેન્દ્રો પરની અંધાધુંધી ત્રણ દિવસથી શાંત પડી છે. મામલતદાર કચેરીઓ અને જનસેવા કેન્દ્રોમાં કેવી કામગીરી થઈ રહી છે, શું માહોલ છે ? તે ચકાસવા માટે અચાનક કલેકટર દ્રારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. સામાન્યજનની જેમ કલેકટર પ્રભવ જોષી કચેરીમાં–કેન્દ્રોમાં ટેબલ પાસે આવીને ઉભા રહી જતાં થોડીવાર તો સ્ટાફ પણ અચંબીત બની ગયો હતો અને અધિકારીઓમાં પણ દોડાદોડી થઈ પડી હતી.
રાજકોટ સીટીમાં આવેલી ત્રણેય મામલતદાર કચેરીઓ ઉપરાંત તાલુકાના એટીવીટી કેન્દ્ર, પુરવઠા ઝોનલની ૧ થી ૪ ઝોનની કચેરીઓમાં કલેકટર જોષી જઈ ચડયા હતા. આ બધા સ્થળોએ રેશનીંગ કાર્ડ ઈ–કેવાયસીની કામગીરી કેવી ચાલી રહી છે, આ ઉપરાંત અન્ય કાર્યવાહી ચેક કરવા માટે કલેકટરે કચેરીઓની વિઝીટ કરી હતી. કોમ્પ્યુટર ઓપરેટરની બાજુમાં બેસીને કામગીરી ચેક કરી હતી. આ ઉપરાંત હાજર અધિકારીઓ પાસેથી ઈ–કેવાયસી અને અન્ય કામ બાબતે વિગતો મેળવી હતી.
પુરવઠા ઝોનલની ચારેય કચેરીઓમાં પણ કલેકટરે ચેકીંગ કયુ હતું. કલેકેટરે કચેરીઓની મુલાકાત લેવાની વાત ચાલુ થતાં એક પછી એક કચેરીના અધિકારીઓ અને સ્ટાફ સાબદા બની ગયા હતા. કચેરીમાં કદાચ કઈં આડુ અવળુ પડયું હોય તો ફટાફટ સીધુસમુ કરી નાખ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech