સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનના ઓડિટોરિયમ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે સાથે વિવિધ ભવનના વિદ્યાર્થીઓએ પરિસંવાદ કર્યો હતો.
કલેક્ટર પ્રભવ જોશીએ યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, પોષણ, ઉર્જા દરેક ક્ષેત્રે આપણે અગ્રણી બન્યા છીએ. ભૂતકાળમાં રિન્યુએબલ એનજીર્ વિશે વાત સ્વપ્ન સમાન હતી, આજે આપણી 60 પ્રતિશત જેટલી ઉર્જાની જરૂરિયાત આપણે રિન્યુએબલ એનજીનર્િ સ્ત્રોતોથી પૂરી કરી રહ્યા છીએ.
જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ મહિલા ઉદ્યમિતા અંગેની સરકારની નેશનલ આજીવકા મિશન તેમજ તેના હેઠળ ફાઇનાન્સ અને ક્રેડિટ લીન્કેજ અંગેની વિગતો આપી મહિલા ઉદ્યોગ સાહસિકોને સરકાર તરફથી મળતા સહયોગ અંગે જણાવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનો વિશે જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે એન.સી.એફ. 2005 દ્વારા વિજ્ઞાન પ્રવાહના અભ્યાસમાં કરવામાં આવેલા ફેરફાર, નવી શિક્ષણ નીતિ-2020, વોકેશનલ ટ્રેનિંગ અને કૌશલ્ય સાથે જોડાયેલા શિક્ષણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
યુવા સંવાદ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ નાના બાળકોમાં જોવા મળતી આંખની ઝાંખપ્ની ઉણપ્નું વહેલું સમયસર નિદાન શક્ય થવામાં મુશ્કેલીઓ આવતી હતી. સરકાર દ્વારા આર.બી.એસ.કે. કાર્યક્રમ શરૂ થતા જ શાળાના બાળકોમાં આંખની તકલીફોનું નિદાન ઝડપથી થતા તેમને જરૂરી સારવાર પણ સરકાર નિ:શુલ્ક આપી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રમેશભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ યોજના હેઠળના ઇન્કયુબેટર સેન્ટરમાં કાર્યરત ઈન્કયુબેટિસ્ટને તેમના નવા સ્ટાર્ટઅપ માટે મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પૂરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, અધિક કલેકટર જીજ્ઞાસા ગઢવી, વિવિધ વિભાગોના વડા, પ્રાધ્યાપકો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓખાના ભરણપોષણના ગુન્હાના આરોપીને ઉતરપ્રદેશમાંથી શોધી જેલ હવાલે કરતી ઓખા મરીન પોલીસ
February 24, 2025 11:33 AMભારતની જીતથી નારાજ પાક ક્રિકેટ ચાહકોએ દુકાનોમાં રાખેલા ટેલિવિઝન સેટ તોડ્યા
February 24, 2025 11:32 AM54 દિવસમાં જ સોનું ૧૧૦૦૦ રૂપિયા વધ્યું, તેજી હજુ ચાલુ રહેશે
February 24, 2025 11:31 AMજામનગર જિલ્લા મહેશ્ર્વરી મેઘવાર સમાજના કાર્યકારી પ્રમુખની નિમણુંક
February 24, 2025 11:28 AMઈલોન મસ્કે ₹1 લાખ કરોડ ગુમાવ્યા, અંબાણી-અદાણીને પણ જંગી નુકસાન
February 24, 2025 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech