શાળા-કોલેજો પાસે ડ્રગ્સ વેંચનારાઓને પકડવા કલેક્ટર પ્રભવ જોષીનો આદેશ

  • May 23, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો ઓર્ડિનેશન કમિટીની મિટિંગમાં શાળા કોલેજો પાસે ડ્રાગ્સ વેંચનારાઓને પકડવા કલેકટરે પોલીસને આદેશ કર્યો હતો.

કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી આવનારા દિવસોમાં ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તમાકુનું વેચાણકતાં વેપારીઓ પર સખ્ત હાથે કામ કરવા સૂચના આપી હતી.

કલેકટરએ જે લોકો આ દુષણનો શિકાર બન્યા હોય તેઓ માટે વ્યશન મુકિતકેન્સનો આસ પ્રચાર પસાર કરવા પણ સૂચના આપી હતી. અધિકારીઓને ડ્રગ્સ વિરોધી કામગીરી, જેમાં ફુગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગૃતિ કેળવવા પર ખાસ ભાર મુકાયો હતો. આ સાથે જાગૃતિ ઝુંબેશ વધારવા તથા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકો, યુવાનોને 'સે નો ટુ ડ્રગ્સના શપથ લેવડાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ફરામનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના કૃષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે. ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં. સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય છે. ત્યારે આવા કાર્યક્રમોમાં પણ નશોડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીઓને નિર્દેશ અપાયા હતા.

રાજકોટ જિલ્લામાં અવાવરુ જગ્યાઓ તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં છુપાઈને થતું ગાંજા તેમજ અફીણનું વાવેતર શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સધન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર મગડિયા. રાજકોટ ઝોન-ર ડી.સી.પી. જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારીઓ વિમલ ચક્રવર્તી, આર.આર. ખાંભરા, રાહુલ ગમારા, નાગાજણ તરખાલા, પ્રિયંક ગલચર, એસ.ઓ.જી.ના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application