ગુજરાતને વૈશ્ર્વિક ઉંચાઇએ પહોંચાડવા સામૂહિક ચિંતન: ભુપેન્દ્ર પટેલ

  • November 22, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારભં કરાવતા સ્પષ્ટ્રપણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસની જે હરણફાળ ભરી છે તેને હજુ વધુ ઉન્નત ઐંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જનકલ્યાણ અને લોકસેવા એ સરકારનો ધ્યેયમત્રં છે અને નાના કર્મચારીથી માંડીને મંત્રી સુધી સૌ તે દિશામાં અહર્નિશ કાર્યરત છે. આવા કાર્યેાને વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તે માટેનું સામૂહિક મનોમંથન આ ત્રિ–દિવસીય ચિંતન શિબિરમાં થશે. તેમણે કહ્યુ કે, લોકશાહી પ્રણાલીમાં પ્રજાના પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મયોગીઓ સૌ સાથે મળીને પરિવાર ભાવથી એક બનીને કાર્ય કરે તો કેવા ઉત્તમ પરિણામો મળી શકે તે વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે સામૂહિક તાકાતથી આપણે પુરવાર કર્યુ છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, જો આફતના કપરા સમયે સૌ એક જૂટ થઈને કામ કરી શકે તો રોજ બરોજના કામકાજમાં પણ ટીમ સ્પિરીટથી પ્રજાના ભલા માટે, લોકોના હિત માટે સાથે મળીને કામકાજ થાય તે જ ચિંતન શિબિરનું સાચું હાર્દ છે. તેમણે વ્યકિતગત જીવનમાં પણ ચિંતનના લાભાલાભ સમજાવતા કહ્યું કે, સૌએ ચિંતનની આદત કેળવવી જ જોઈએ અને દિવસભરના કામોનું આત્મમંથન, ચિંતન પણ દિવસના અંતે થવું જોઈએ. આના પરિણામે આપણા વાણી, વર્તન, વ્યવહાર અને કામકાજની પદ્ધતિમાં જે બદલાવ આવશે તે સ્વના અને સમાજના હિત માટે ઉપયોગી થશે તેવો મત મુખ્યમંત્રીએ સ્પષ્ટ્રપણે વ્યકત કર્યેા હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ, અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે, ત્રિદિવસીય ચિંતન શિબિરમાં સૌ એક થઈને, સાથે રહીને એવું ચિંતન કરીએ કે પ્રજાજનોને લોકોને કોઈ તકલીફ ન પડે, દુવિધા ન રહે તેવી પ્રશાસનિક સુશાસન વ્યવસ્થા સુનિશ્ચિત થાય.
તેમણે અધિકારીઓને પોતાના વિભાગના કાર્યેામાં પોતિકા પણાનો ભાવ દાખવી સંપૂર્ણ નિ ા સાથે પ્રજાહિત માટે કર્તવ્યરત રહેવાની શીખ આપતા ઉમેયુ કે, આપણી પાસે કોઈ કામ માટે આવતી વ્યકિત કે સામાન્ય માનવીને સંતોષ થાય, જો તેનું કામ ન થઈ શકે તેવું હોય તો પણ વિનમ્રતા–વિવેકથી ના કહી શકીએ તેવી કાર્યપદ્ધતિ આપણે ઊભી કરી છે તેને જાળવી રાખવાનું મંથન ચિંતન આ શિબિરના માધ્યમથી થવાનું છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ કરાવેલી ચિંતન શિબિરની આ પરંપરામાં ઉતરોત્તર નવા સોપાનો સર કરવામાં મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સૌના મળી રહેલા સહયોગની પણ સરાહના કરી હતી. વહિવટી સુધારણા પ્રભાગના અગ્રસચિવ હારિત શુકલાએ ત્રિદિવસીય ચિંતન શિબિરની પરેખા આપીને સૌને ચિંતન શિબિરમાં આવકારી જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શ કરાવેલ ચિંતન શિબિર લયકેન્દ્રીત વિચારણાની દિશામાં લઈ જાય છે. અગાઉની ચિંતન શિબિરોના મનોમંથનથી આજે વહીવટી તત્રં દ્રારા રાયમાં અનેક યોજનાઓની સફળ અમલવારી શકય બની છે.
આ ૧૧મી ચિંતન શિબિરના પ્રારંભે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાય સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડો. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવઓ, વિવિધ ખાતાના વડાઓ, જિલ્લ ા કલેકટરઓ, જિલ્લ ા વિકાસ અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરાશે: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં રમત–ગમત રાયમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાયમાં રમત–ગમતના વિકાસ માટેની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં આજે ૬૫ લાખ જેટલાં ખેલાડીઓની નોંધણી થઈ ચૂકી છે. મંત્રી સંઘવીએ રાયમાંથી ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે માળખાકીય સુવિધા સાથે સ્પોટર્સ કલ્ચર ઊભું કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી. તેમણે એવું પણ સૂચન કયુ હતું કે, જિલ્લાના વહીવટી અધિકારીઓ સમયાંતરે ડી. એલ. એસ. એસ. કે સ્પોટર્સ સ્કૂલની આકસ્મિક મુલાકાત લઈને સમીક્ષા કરીને ખેલાડીઓ તથા કોચને પ્રોત્સાહિત કરે તે જરી છે.

પ્રાણાયામ સાથે બીજા દિવસની શિબિરનો પ્રારંભ
સોમનાથ ખાતે યોજાઈ રહેલ ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે રાયના વરિ  સનદી અધિકારીઓએ સોમનાથ મંદિરના દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરી ચિંતન શિબિરનો પ્રારભં કર્યેા હતો.ગુજરાત રાય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તત્રં ગીર સોમનાથ દ્રારા સોમનાથ મંદિર દરિયા કિનારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાયના વરિ  સનદી અધિકારીઓ જોડાયાં હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા.યોગ શિબિરમાં યોગ ઈન્સ્ટ્રકટર દ્રારા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્રારા નિર્ધારિત કરાયેલ યોગ પ્રોટોકોલ મુજબ યોગ–પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા જે અનુસાર ઉપસ્થિત સૌ અધિકારીઓ સૂમ ક્રિયા, ધ્યાન, પ્રાણાયામ, યોગ આસન તથા સૂર્ય નમસ્કાર કરી યોગ શિબિરમાં સહભાગી થયાં હતાં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application