ઠંડીના પ્રમાણમાં ઘટાડાનો ગઈકાલી શરૂ યેલો સિલસિલો આજે આગળ વધ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ઉચકાયો છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ હજુ આગામી બે દિવસ સુધી ઠંડીના પ્રમાણમાં ઘટાડાનો અને લઘુતમ તાપમાનમાં વધારાનો સિલસિલો ચાલુ જ રહેશે અને ત્યાર પછી ફરી શિયાળા સીઝનમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ શે. ઠંડીના ઘટાડાની સમગ્ર રાજ્યમાં સૌી વધુ અસર પોરબંદરવાસીઓએ અનુભવી છે. પોરબંદરમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી હતું અને ભેજવાળા વાતાવરણના કારણે લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા હતા. પરંતુ આજે સવારે એકાએક લઘુતમ તાપમાનમાં સાત ડિગ્રી જેટલો વધારો તાં ઠંડી ગાયબ ઈ ગઈ છે અને તેનું સન ગરમી એ લઈ લીધું છે. પોરબંદરમાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩% રહેવા પામ્યું છે.
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ પોરબંદરમાં શિયાળાની સિઝનમાં અત્યારે જે લઘુતમ તાપમાન હોવું જોઈએ તેના કરતાં ૫.૫ ડિગ્રી વધુ છે. જોકે આવું એક માત્ર પોરબંદરમાં જ ની. સુરતમાં ૪.૯ દીવમાં ૭.૪ વેરાવળમાં ૪.૪ અને રાજકોટમાં ૧.૪ ડિગ્રી તાપમાન વધુ છે.
અન્ય શહેરોની વાત કરીએ તો ભુજમાં ગઈકાલે ૧૫.૮ અને આજે ૧૭.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં ગઈકાલની સરખામણીએ આજે ત્રણ ડીગ્રી તાપમાન વધ્યું છે અને આજનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી રહેવા પામ્યું છે.
રાજકોટમાં આજે લઘુતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી છે જે ગઈકાલ કરતા બે ડિગ્રી વધુ છે. વેરાવળમાં પણ બે ડિગ્રી તાપમાન ઊંચકાયું છે અને આજે ૨૩.૫ ડિગ્રી રહેવા પામ્યું છે. ઓખામાં લઘુતમ તાપમાન સમગ્ર રાજ્યમાં સૌી ઊંચું ૨૩.૯ ડિગ્રી નોંધાયું છે. જો કે તે ગઈકાલના લઘુત્તમ તાપમાન કરતા માત્ર અડધો ડિગ્રી વધુ છે.
અમરેલીમાં ઠંડી વધી છે. ગઈકાલે ૧૭.૪ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં આજે ૨૦.૯ અને ગઈકાલે ૧૮.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. દ્વારકામાં ગઈકાલે ૧૯.૫ અને આજે ૨૧.૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં એક ડીસામાં દોઢ ડિગ્રી લઘુતમ તાપમાનમાં વધારો યો છે અને તે સો આ બંને શહેરોનું આજનું લઘુતમ તાપમાન અનુક્રમે ૧૯.૮ અને ૧૬ ડીગ્રી રહેવા પામ્યું છે. સુરતમાં બે ડિગ્રીના વધારા સો આજે ૨૩.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech