ઠંડી ગાયબ: સવારથી જ ઉનાળા જેવી ગરમી

  • January 29, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠંડી હોળી તાપીને જતી હોય છે તેવી માન્યતા છે પરંતુ આ વખતે શિયાળાએ જાણે વહેલી વિદાય લીધી હોય તેમ ઠંડી ગાયબ થઈ ગઈ છે. સવારથી જ લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડી જાય છે અને બપોરે મહત્તમ તાપમાન તો જાણે ઉનાળો આવી ગયો હોય તેવી અનુભૂતિ કરાવે છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન સુરતમાં ૩૪.૨ ડિગ્રી અને સૌરાષ્ટ્ર્રમાં મહત્પવામાં ૩૩ ડિગ્રી નોંધાયું છે. રાયના ૧૪ સેન્ટર એવા છે કે યાં મહત્તમ તાપમાનનો પારો ૩૦ ડિગ્રી કે તેનાથી વધુ છે.

સમગ્ર રાયમાં સૌથી ઐંચું મહત્તમ તાપમાન સુરતમાં ૩૪.૨ ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર્રમાં મહત્પવા માં ૩૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. રાયના અન્ય શહેરોના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો અમદાવાદમાં ૩૧.૧ વલ્લભ વિધાનગરમાં ૩૦.૧ વડોદરામાં ૩૨.૪ વલસાડમાં ૩૨.૨ ભુજમાં ૩૦.૭ કંડલામાં ૩૦.૨ ભાવનગરમાં ૩૦.૬ પોરબંદરમાં ૩૦ ૬ રાજકોટમાં ૩૨.૩ વેરાવળમાં ૩૦.૫ સુરેન્દ્રનગરમાં ૩૧.૪ અને કેશોદમાં ૩૧.૮ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે સમગ્ર દેશમાં સૌથી ઐંચું મહત્તમ તાપમાન કર્ણાટકના કારવર અને કેરળના કેનુર સેન્ટરમાં ૩૫.૬ ડિગ્રી નોંધાયું છે.

લઘુતમ તાપમાન ની વાત કરીએ તો આજે સમગ્ર રાયમાં સરેરાશ ૧૩.૨ થી ૧૮.૫ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહ્યું છે. એકમાત્ર ગિરનાર પર્વત ઉપર સિંગલ ડિજિટમાં ૮.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જુનાગઢ શહેરમાં ૧૩.૯ અને ભવનાથ તળેટીમાં ૧૧.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં ૧૫.૨ પોરબંદરમાં ૧૪ ભાવનગરમાં ૧૭ વેરાવળમાં ૧૮.૫ કંડલામાં ૧૫ ભુજમાં ૧૭.૨ નલિયામાં ૧૩.૮ અમદાવાદમાં ૧૩.૯ વડોદરામાં ૧૩.૨ અને સુરતમાં ૧૬.૭ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application