આઇસ્ક્રીમ, ગોલા, કોલ્ડડ્રિંક્સના ધંધાર્થીઓને ત્યાં ફૂડ બ્રાન્ચ ત્રાટકી

  • April 22, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તા.૧ માર્ચથી ઉનાળો શરૂ થયાને આજે તા.૨૨ એપ્રિલે બે મહિના પૂર્ણ થવા આવ્યા છે ત્યારે રહી રહીને મ્યુનિ.ફૂડ બ્રાન્ચ જાગી છે અને આઈસ્ક્રીમ, આઇસ ગોલા તેમજ કોલ્ડ ડ્રિંક્સની દુકાનોમાં ચેકિંગ અને સેમ્પલિંગ શરૂ કર્યું છે, કદાચ હજુ પણ ચેકિંગ શરૂ કર્યું ન હોત પરંતુ તાજેતરમાં કમળો, મરડો, ટાઇફોઇડ તેમજ ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગના કેસ વધતા સેમ્પલ ડ્રાઇવ હાથ ધરાઇ છે.

વિશેષમાં આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, તાજેતરમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ છ સેમ્પલ લેવાયા છે જેમાં (૧) વેનીલા આઇસ્ક્રીમ લુઝનું સેમ્પલ સ્થળ-સોનારૂપા પાર્લર, ભક્તિનગર સોસાયટી સર્કલ, ૮૦ ફૂટ રોડ, મેઘાણી રંગ ભવન સામેથી (૨) ઓરિયો કુકીઝ આઇસ્ક્રીમ લુઝનું સેમ્પલ સ્થળ- સોનારૂપા પાર્લર, ભક્તિનગર સોસાયટી સર્કલ, ૮૦ ફૂટ રોડ, મેઘાણી રંગ ભવન સામેથી, (૩) બરફ ગોલાનું કાચી કેરી ફલેવર સિન્થેટીક સિરપ લુઝનું સેમ્પલ સ્થળ- સાંજ ગોલા એન્ડ રસ સેન્ટર, શ્રીરાજ પ્લાઝા શોપ નં.૧, વાંકાનેર સોસાયટી, જામનગર રોડથી, (૪) હર્ષ નેચરલ ફાર્મ ગોળ ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ એગ્રી સિન્ક નેક્સસ પ્રા.લિ., ફ્લોરા આઇકોન શોપ નં.૬, અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપ ખાતેથી, (૫) ગૌતમ નેચરલ ફાર્મ સિંગતેલ ૫૦૦ એમએલ પેકડ બોટલનું સેમ્પલ સ્થળ-એગ્રી સિન્ક નેક્સસ પ્રા.લિ. ફ્લોરા આઇકોન શોપ નં.૬, અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપ ખાતેથી તેમજ (૬) સત્વગુણ ઓર્ગેનિક સીંગતેલ એક લિટર પેકડ બોટલનું સેમ્પલ સ્થળ -એગ્રી સિન્ક નેક્સસ પ્રા.લિ, ફ્લોરા આઇકોન શોપ નં.૬, અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપ ખાતેથી લેવામાં આવ્યું હતું. આ તમામ સેમ્પલમાં ભેળસેળ હતી કે કેમ ? તેના પૃથ્થકરણ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી કરાયાનું તેમણે ઉમેર્યું હતું.


ડિસ્પોઝેબલ કન્ટેનરનો અભાવ અને બરફના કારણે પાણીજન્ય રોગચાળો

રાજકોટ શહેરમાં કાર્યરત આઇસ્ક્રીમ, આઇસ ગોલા, કોલ્ડડ્રિંક્સની સેંકડો દુકાનો તેમજ ખાસ કરીને શેરડીના રસના ચિચોડા સહિતના સ્થળોએ એકના એક કાચના પ્યાલામાં અનેક લોકોને કોલ્ડડ્રિંક્સ પીરસવામાં આવતું હોય છે તેમજ તેમાં છૂટક ખરીદેલો બરફ નાખવામાં આવતો હોય છે જેના લીધે જ પાણીજન્ય રોગચાળો

ફેલાઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News