વંદે ભારત ટ્રેનમાં પિરસેલ ખોરાકમાંથી નિકળ્યો વાંદો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

  • August 21, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




સોશિયલ મીડિયા પર વારંવાર એવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જેમાં આઈસ્ક્રીમના કોનમાં કીડા, ચિપ્સમાં દેડકા અને ફ્લાઈટના ફૂડમાં બ્લેડ જોવા મળે છે. આવા સમાચારો અવાર-નવાર સામે આવે છે, જેમાં લોકો ટ્રેન અથવા રેસ્ટોરન્ટમાં ભોજન સામે વાંધો વ્યક્ત કરતા વીડિયો બનાવે છે. પરંતુ તાજેતરના કિસ્સામાં ટ્રેનના ખોરાકમાં વાંદો મળવાની ઘટના પ્રકાશમાં આવી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.




આ છે સમગ્ર મામલો


આ મામલો શિરડીથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસનો છે. જ્યાં એક પરિવારે વંદે ભારત એક્સપ્રેસનો આ અનુભવ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર શેર કર્યો છે. પરિવારનો એક સભ્ય રિકી જેસવાણી એક્સ પર લખતા કહ્યું છે કે, વંદે ભારતમાં પિરસવામાં આવેલી દાળમાં મરેલો વાંદો મળ્યો છે. તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર આ કેસ અંગે લોકોના રિએક્શન જોવા મળી રહ્યા છે.



આ દરમિયાન, એક્સ યુઝર દિવ્યેશ વાનખેડકરે આ ઘટના સાથે સંબંધિત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, જેને જેસવાણીએ પણ ફરીથી પોસ્ટ કર્યા હતા. આ તસવીરોમાં IRCTCને ટેગ કરવામાં આવ્યું હતું, જેમાં જેસવાણી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અને દૂષિત દાળની તસવીરોનો સમાવેશ થાય છે. આ સાથે જ જેસવાણીનો પુત્ર પણ વિડિયોમાં ભારતીય રેલવેના અધિકારીને ટ્રેનમાં મુસાફરોને અપાતા ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ કરતો જોવા મળ્યો હતો.




IRCTCએ આપ્યો જવાબ



આ મામલે IRCTCએ વાનખેડકરની X પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, સર્વિસ પ્રોવાઈડર પર દંડ લગાવવામાં આવ્યો છે. તમને થયેલી અસુવિધા બદલ માફ કરશો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application