BREAKING NEWS

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના ક્રેશ રિપોર્ટમાં કોકપીટ વોનિગ ડેટા ઇરાદાપૂર્વક છૂપાવાયો

  • June 20, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એર ઇન્ડિયા લાઇટ ૧૭૧ ક્રેશ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટસ (એફઆઈપી) એ એરક્રાટ એકિસડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) ના પ્રારંભિક તપાસ રિપોર્ટ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પાઇલોટસ એસોસિએશનનો આરોપ છે કે કોકપીટ વોનિગ ડેટા ઇરાદાપૂર્વક તપાસ રિપોર્ટમાંથી છુપાવવામાં આવ્યો હતો.પાઇલોટસ એસોસિએશનનું કહેવું છે કે તેમના દ્રારા હાથ ધરવામાં આવેલા સ્વતત્રં સિમ્યુલેટર ટેસ્ટ તપાસ રિપોર્ટની સમયરેખા અને પરિણામોનો પર્દાફાશ કર્યેા છે.એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, એફઆઈપી પ્રમુખ કેપ્ટન સી. રંધાવાએ અકસ્માત અંગે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા. કેપ્ટન રંધાવાએ જણાવ્યું હતું કે બંને એન્જિન નિષ્ફળ જાય તે પહેલાં વિમાનમાં ઇલેકિટ્રકલ નિષ્ફળતાનો અનુભવ થયો હતો. આવી ખામીને કારણે કોકપીટમાં ચેતવણી સંદેશાઓ અને ઓડિયો ચેતવણીઓની શ્રેણી શ થવી જોઈતી હતી. આ કોકપીટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રારંભિક અહેવાલમાં ઇરાદાપૂર્વક આ ચેતવણી ક્રમને અવગણવામાં આવ્યો છે.
એએઆઈબી દ્રારા વારંવાર પોતાના સિમ્યુલેટર પરીક્ષણો કરવાનો ઇનકાર કર્યા પછી, એફઆઈપીએ બોઈંગ ૭૮૭ સિમ્યુલેટર પર ૧૦ પરીક્ષણો કર્યા. આ પરીક્ષણો પરિણામો તપાસ એજન્સીના દાવાઓથી સંપૂર્ણપણે વિપરીત હતા.રામ એર ટર્બાઇનએ વિમાનનો ઇમરજન્સી પાવર સપ્લાય છે. પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે એન્જિન બધં થયા પછી હાઇડ્રોલિક પ્રેશરને સક્રિય કરવા અને પુન:સ્થાપિત કરવામાં આરએટી ૧૮ સેકન્ડ લે છે.એએઆઈબીના વચગાળાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એન્જિન ઈંધણ પુરવઠો બધં થયાના માત્ર ચાર સેકન્ડ પછી આરએટી તૈનાત કરવામાં આવ્યું હતું.આ નોંધપાત્ર વિસંગતતાને ધ્યાનમાં રાખીને, એજન્સીએ સરકારને પત્ર લખીને માંગ કરી છે કે એએઆઈબી ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ થયેલા અકસ્માત પર તેનો અંતિમ અહેવાલ જાહેર કરતા પહેલા તેના પોતાના સિમ્યુલેટર પરીક્ષણો કરે.
કેપ્ટન રંધાવાએ પણ વિમાનની પૂંછડીમાં સ્થિત લાઇટ ડેટા રેકોર્ડરને નુકસાન પર આશ્ચર્ય વ્યકત કયુ. તેમણે પ્રશ્ન કર્યેા કે ક્રેશ પછી વિમાનનો પૂંછડી ભાગ મોટાભાગે અકબધં મળી આવ્યો ત્યારે એફડીઆરને આટલું ગંભીર નુકસાન કેવી રીતે થયું, કારણ કે રેકોર્ડર સંપૂર્ણપણે ઇલેકિટ્રક પાવર પર ચાલે છે. તેથી, તેનું નુકસાન સ્પષ્ટ્રપણે સૂચવે છે કે વિમાનના ઇલેકિટ્રક પાવર સપ્લાયમાં મોટી સમસ્યા હતી. પોતાના મુદ્દાને વધુ સ્પષ્ટ્ર કરવા માટે, કેપ્ટન રંધાવાએ ૨૦૦૯ ના પ્રખ્યાત મિરેકલ ઓન ધ હડસનનો ઉલ્લેખ કર્યેા. તે સમયે, અમેરિકન લાઇટ કેપ્ટન ચેસલી સુલી સુલેનબર્ગરે ટેકઓફ પછી તરત જ હડસન નદીમાં એક ખામીયુકત વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કયુ હતું. યુએસ તપાસમાં શઆતમાં કેપ્ટન સુલીને નદીમાં વિમાન ઉતારવાના નિર્ણય માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. જો કે, ૩૦–૩૫ સિમ્યુલેટર પરીક્ષણો કર્યા પછી, તેઓએ શોધી કાઢું કે વિમાન કયારેય સમયસર રનવે પર પાછું ફરી શકયું ન હોત. ત્યારે જ કેપ્ટન સુલીને નિર્દેાષ જાહેર કરવામાં આવ્યા. અંતે, કેપ્ટન રંધાવાએ કહ્યું, કેપ્ટન સુલી પોતાનો બચાવ કરવા માટે જીવિત હતો. અહીં, અમારા કેપ્ટનો મરી ગયા છે, તેમને બચાવવા માટે કોઈ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application