રેલવેમાં છેલ્લા કેટલાક સમયથી ટિકિટ ચેકિંગ સ્કવોડને વિખેરી નાખીને ચેકિંગ સ્ટાફને કોચમેનિંગ ડ્યુટીમાં મૂકી દેવાતા ટિકિટ ચેકિંગની આવકમાં મોટું ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. તેમાં રાજકોટ ડિવિઝનની 2023-24ની રૂ. બાર કરોડ આસપાસની આવક સામે હાલના નાણાકીય વર્ષમાં કરોડો રૂપિયાનો તફાવત રહી જાય તેવી હાલત ઊભી થઈ છે.
જાણવા મળ્યા મુજબ, ઉત્તર અને પૂર્વ ભારત સહિતની લાંબા અંતરની ટ્રેનોમાં રાજકોટ, જામનગર, મોરબી આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના પરપ્રાંતીય શ્રમિકોની પુષ્કળ આવન જાવન રહેતી હોય છે, ત્યારે મોટાભાગના ઓછું ભણેલા ગરીબ શ્રમિકો રિઝર્વેશન વિના એમપી, યુપી, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ સહિતના તેમના વતન તરફ આવતા જતા હોય ત્યારે, રિઝર્વેશનના અભાવે તેમણે જનરલ કોચમાં બેસવાનું હોય છે, પરંતુ માત્ર બે કે ત્રણ જનરલ કોચમાં ઓવર ક્રાઉડને કારણે પગ મુકવાની પણ જગ્યા નથી હોતી, તેવા સંજોગોમાં આવા શ્રમિક યાત્રીઓ રિઝર્વ ડબામાં ધસી જતા હોય છે, તેમાં પણ ક્રાઉડ જેવી સ્થિતિ સર્જાતા કાયદેસર રિઝર્વેશન ધરાવનારા યાત્રીઓને ખૂબ જ ત્રાસ થતો હોય અથવા કોઈ જાતની વ્યવસ્થા જળવાતી ન હોવાની પુષ્કળ ફરિયાદો ઉઠતા, રેલવે તંત્ર દ્વારા ગત જુન માસ 2024થી રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીના ચેકિંગ સ્ટાફને કોચ મેનિંગ ડ્યુટી સોંપી દેતા ટિકિટ ચેકિંગની કાર્યવાહી લગભગ ઠપ થઈ જવા પામી છે. ચેકિંગ સ્ટાફે મોટે ભાગે ટ્રેનોમાં અનિયમિત ટિકિટો સાથે મુસાફરી કરનારા અને ટિકિટ વગરના યાત્રીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવાની હોય આવા સંજોગોમાં રાજકોટ ડિવિઝનમાં જૂન માસના ત્રીજા સપ્તાહથી ચેકિંગ સ્કવોડ બંધ કરી દેવાઇ છે. તેમાં રાજકોટ ડિવિઝનમાં આ પહેલાના એપ્રિલ 2024ની ચેકિંગની આવક રૂપિયા 89 લાખ જેટલી હતી અને ત્યાર પછીના મે 2024ના મહિનામાં એક કરોડ આસપાસની ચેકિંગ આવક થઈ હતી, પરંતુ હાલ ચેકિંગ સ્કવોડ બંધ હોય, ખાસ કરીને ટિકિટ વગરના યાત્રીઓને રેઢું પડ મળી ગયું હોય તેવી સ્થિતિમાં રાજકોટ ડિવિઝનની અગાઉની રૂપિયા દોઢથી ત્રણ લાખ આસપાસની રોજિંદી ચેકિંગ આવક સામે હવે આખા મહિનામાં દોઢ લાખ આવક થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આથી રેલવેની ચેકિંગની આવકમાં મોટું ગાબડું પડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
એક તરફ નવા બજેટમાં સરકારે રેલવેને ગત બજેટ કરતા ઓછા નાણા ફાળવ્યા છે તો બીજી તરફ રેલવેની આવકમાં કરોડોનો ઘટાડો તોળાઈ રહ્યો છે.
જાણવા મળ્યા મુજબ, પશ્ચિમ રેલવે દ્વારા આ આદેશ રાજકોટ સહિતના અમદાવાદ, વડોદરા, ભાવનગર, મુંબઈ અને રતલામ એમ છએ ડિવિઝનોને લાગુ કરાતા આ છ ડિવિઝનની મળીને ટિકિટ ચેકિંગની ગત નાણાકીય વર્ષની કુલ આવક 200 કરોડથી વધારે હતી. પરંતુ ટિકિટ ચેકિંગ બંધ કરી દેવાયાની નવી પરિસ્થિતિમાં વેસ્ટર્ન રેલવેએ મોટી આવક ગુમાવવી પડે તેવી હાલત થઈ છે. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, ટિકિટ ચેકિંગ સ્ટાફને કોચ મેનિંગ ડ્યુટીમાં મૂકી દેવાનો નિર્ણય રેલવે બોર્ડનો હોવાથી આ નિર્ણય આખી ભારતીય રેલવેને લાગુ પડતો હોય, ભારતીય રેલવેમાં વેસ્ટર્ન રેલવે સહિતના 16 ઝોન અને રાજકોટ ડિવિઝન જેવા 75 જેટલા ડિવિઝન આવેલા હોય આ તમામની ટિકિટ ચેકિંગની 2022-23ના વર્ષની કુલ વાર્ષિક આવક રૂ. 2200 કરોડથી વધુ હતી. જો આ આદેશ તમામ ઝોનમાં લાગુ કરાયો હોય તો રેલવે ચેકિંગની કરોડોની આવક ગુમાવીને ખોટના ઊંડા ખાડામાં ધકેલાય તેવી પરિસ્થિતિનું નિમર્ણિ થયું છે.
ટિકિટ ચેકિંગનો સાડા તેર કરોડનો અપાયેલો લક્ષ્યાંક કેવી રીતે પૂરો થશે ?
રાજકોટ ડિવિઝને ગત 2023- 24ના વરસાદ દરમિયાન 12 કરોડ આસપાસ ટિકિટ ચેકિંગ આવક મેળવી હોવા સામે ચાલુ વર્ષ 2024- 25માં સાડા તેર કરોડ રૂપિયા ટિકિટ ચેકિંગની આવકનો નવો લક્ષ્યાંક આપ્યો છે, આ લક્ષ્યાંક સુધી કેમ પહોંચી શકાશે? એવો પ્રશ્ન ઉઠ્યો છે. નવી સરકારના બજેટમાં આ વર્ષે રેલવેને પ્રમાણમાં ઓછા નાણા ફાળવ્યા છે, બીજી તરફ ટિકિટ ચેકિંગ આવકમાં ધરખમ ઘટાડો થવાથી રેલવેની આર્થિક સ્થિતિને પણ અસર થવાની શક્યતા છે.
જનસાધારણ અને અંત્યોદય એકસપ્રેસ જેવી (અનરિઝર્વ્ડ) ટ્રેનો ચાલુ થવી જોઈએ
રાજકોટ, જામનગર, મોરબી જિલ્લામાં આવેલા જુદા જુદા ઔદ્યોગિક વિસ્તારોમાં મોટેભાગે ઉત્તર, પૂર્વ ભારતમાંથી શ્રમીકો આવતા હોવાથી, તેમને ખાસ કરીને હોળી, જન્માષ્ટમી, દિવાળી તહેવારોની રજામાં વતન આવવા જવા માટે ખૂબ જ રસ રહેતો હોય છે, આવા રિઝર્વેશન નહીં કરાવનારા શ્રમિકોને કારણે ટ્રેનોમાં ચડવા ખૂબ જ અવ્યવસ્થા અને અંધાધુંધી સર્જાતી હોય છે, આ પરિસ્થિતિ નિવારવા તમામ કોચ રિઝર્વેશન વિના ચલાવાતી જનસાધારણ એક્સપ્રેસ અને અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનો રાજકોટ સૌરાષ્ટ્રમાંથી પણ ચલાવવી જોઈએ. આવી સાપ્તાહિક ટ્રેનો હાલ ગુજરાતમાં અમદાવાદ- મુજફ્ફરપુર અને સાબરમતી- દરભંગા દોડી રહી છે, આથી 22 થી 24 અનરિઝર્વ્ડ કોચની જનસાધારણ એક્સપ્રેસ અને અંત્યોદય એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનો રાજકોટ સૌરાષ્ટ્રમાંથી પણ ચલાવવી જોઈએ, તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech