હિમાચલના મંડી જિલ્લાના પરાશર બાગીમાં વાદળ ફાટ્યું, 200થી વધુ લોકો અને વાહનો ફસાયા

  • June 26, 2023 12:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પરાશર બાગીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પરાશર બાગીમાં વાદળ ફાટવાને કારણે નદી નાળા ઉભરાઈ ગયા છે. બગડતી પરિસ્થિતિને જોતા સ્થાનિક લોકો અને વહીવટીતંત્રે ફસાયેલા લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે.



હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પરાશર બાગીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પરાશર બાગીમાં વાદળ ફાટવાને કારણે નદી નાળા ઉભરાઈ રહ્યા છે. આસપાસના વિસ્તારોમાંથી જે વીડિયો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ડરામણા અને ભયાનક છે. મળતી માહિતી પ્રમાણે અહીં ચંબાના વિદ્યાર્થીઓની એક બસ અને અનેક વાહનો ફસાયેલા છે. આ સિવાય પરાશર તળાવથી ઘણા લોકો પાછા આવી રહ્યા હતા અને વાદળ ફાટતા ફસાઈ ગયા હતા.


સેંકડો લોકો અને વાહનો ફસાયા, ચંદીગઢ-મનાલી હાઇવે બંધ

બગડતી પરિસ્થિતિને જોતા સ્થાનિક લોકો અને વહીવટીતંત્રે ફસાયેલા લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મંડી જિલ્લામાં હનોગી દેવી મંદિર પાસે એક નાળામાં પૂરના કારણે ચંદીગઢ-મનાલી હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે આ માર્ગ પર સેંકડો વાહનો ફસાયા છે. પ્રશાસને આ માર્ગ પર મુસાફરી ન કરવા સૂચના આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોર લેન રોડ બનાવવાના કામને કારણે તમામ કાટમાળ નદીઓ અને નાળાઓમાં ભરાઈ ગયા છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી અને કાટમાળ રસ્તાઓ પર આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application