સોમનાથ સ્વદેશી હાટ માટે રસ્તો ખુલ્લો કરાવી દબાણકારોને દૂર કરો
સોમનાથ સ્વદેશી હાટ માટે રસ્તો ખુલ્લો કરાવી દબાણકારોને દૂર કરો
April 09, 2026 10:08 AM
સોમનાથ સ્વદેશી હાટમાં ધંધો કરતા આશરે ૨૦૦ જેટલા વેપારીઓ ધંધો કરે છે તેમાં સમાવિષ્ટ્ર જૂના શોપિંગ સેન્ટર, તન્ના ગેસ્ટ હાઉસ લાઈન તથા હરાજીમાં મળેલ દુકાનદારો તમામ આ નવા સ્વદેશી હાટમાં ધંધો કરીએ છીએ. જેમાંનું હરાજી તથા વિતરણ કલેકટરની દેખરેખ હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવ્યું હતું. આ વિતરણ સમયે ટ્રસ્ટ દ્રારા સ્વદેશી હાર્ટના વેપારીઓને બે વાયદા કરવામાં આવ્યા હતાં. જેમાંથી એક પણ વાયદો પૂર્ણ થયેલ નથી. જેમાં પ્રથમ વાયદો હતો કે નવા સ્વદેશી હાટને ભોજનાલય પાસેથી નવો રસ્તો ફાળવવામાં આવશે જેની દુકાનદારો ને વધુ ને વધુ ધંધા માટે લાભ મળે પરંતુ આ વાતને આજે ૫ મહિના પૂર્ણ થઈ ગયા છે પરંતુ કોઈ પણ રસ્તો હજુ સુધી હાલની તકે કોઈ રસ્તો આપવામાં આવ્યો નથી. આ બાબતે સ્વદેશી હાર્ટના વેપારીઓ દ્રારા અવારનવાર ટ્રસ્ટમાં રજૂ વાત કરીએ છે પરંતુ કોઈ સંતોષકારક ઉત્તર મળતો નથી. બીજો વાયદો ફકત બે અઠવાડિયામાં સોમનાથ મંદિરની આજુબાજુના વિસ્તારમાં આવેલા તમામ પાથરણાવાળાને સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે પરંતુ છેલ્લ ા ચાર મહિનાથી આ પથારા ફરીથી પાછા ચાલુ થઈ ગયા છે.જાહેરનામા હોવા છતાં પણ આ પથારા ધમધમે છે. આ પથારા સોમનાથ પાકિગ જુના મંદિર પાસે તથા મંદિરના પટાંગણમાં પણ ફેલાયેલા છે. આ બાબતે સ્વદેશી હાર્ટના તમામ વેપારીઓ દ્રારા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે અને તાત્કાલિક પ્રશ્નના નિરાકરણ માટે માંગણી કરવામાં આવેલ છે