આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે સોમનાથ ખાતે ઉર્જા રાયમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં જનભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.જેમાં સોમનાથ મંદિરના પાછળના ભાગે નવા સર્કિટ હાઉસની સામેના દરિયાઈ બીચ ખાતે આ સ્વચ્છતા અભિયાનમાં ઉર્જા રાયમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત હોદ્દેદારો અને નાગરિકો સાથે શ્રમદાન કરી અને સ્વચ્છતા હી સેવાનો સંદેશો આપ્યો હતો.મંત્રીશ્રીએ હાથમાં ઝાડૂ લઈ દરિયાઈ બીચ પર પ્લાસ્ટિક, વેફરના પડીકા, નકામા કાગળ સહિતનો કચરો સાફ કરી ઉત્સાહપૂર્વક શ્રમદાન કરીને જિલ્લ ાના નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.આ સફાઈ અભિયાનમાં જીલ્લા પંચાયતના પ્રમુખ દ્રારકાદાસ દોમડિયા, મહેન્દ્રભાઈ પીઠિયા સહિત જિલ્લ ા અને તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણી ડો. સંજયભાઈ પરમાર, ભાવનાબહેન હીરપરા, અનિલભાઈ જેઠવા સહિતના સામાજિક–રાજકીય અગ્રણીઓ અને નાગરિકો સહભાગી બન્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટની માધાપર ચોકડી પર કાળજું કંપાવતો અકસ્માત: રેતી ભરેલા ટ્રેલરે રોડ ક્રોસ કરતા યુવાનને કચડ્યો
લૉર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક ડંકો: 142 વર્ષમાં પહેલીવાર રમાયેલી મહિલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત
મહેસાણાના ખેરવામાં ધોળેદિવસે સશસ્ત્ર લૂંટ: ગ્રાહકની આંખમાં મરચું નાખી, હાથની આરપાર છરો ખૂંપાવી 10 તોલા સોનું અને ₹1.5 લાખની લૂંટ
ચારે તરફ આગની લપેટો, બંધ દરવાજા... પબમાં મચી ચીસો...અંદર ફસાયેલા લોકોની હૃદયદ્રાવક કહાની
અમરનાથ યાત્રામાં કચરા વ્યવસ્થાપનનું અનોખું મોડલ, 5 લાખ શ્રદ્ધાળુઓના કચરાનું વૈજ્ઞાનિક સંચાલન, ખચ્ચરના છાણમાંથી બનશે વીજળી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech