પોરબંદરના સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે ૨૦ નવેમ્બર ૨૦૨૪ સુધી ઉજવવામાં આવી રહેલ રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત સમગ્ર ગ્રંથાલય પરિસરની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
સૌ પ્રથમ સરકારી જિલ્લા પુસ્તકાલય, પોરબંદરના મદદનીશ ગ્રંથપાલ નિલેષભાઈ કરમુર દ્વારા પુસ્તકાલયમાં આવતા તમામ વાચકોને સમગ્ર દુનિયાને સ્વચ્છતા રાખવાનો આગ્રહ કરનાર એવા પોરબંદરમાં જન્મેલા તથા રાષ્ટ્રપિતાનું બિદ મેળવનાર એવા મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ વિચારને સાર્થક કરવા સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા હતા.જે દરમ્યાન સમગ્ર વાચકગણ દ્વારા પણ સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુસર આ અભિયાનમાં જોડાઈને અભિયાનને સફળ બનાવવામાં હર્ષોલ્લાસ સાથે પુસ્તકાલય ટીમ સાથે ખભેખભો મિલાવી પોતાની પણ ફરજ છે એવી ઉમદા ભાવના સાથે સફાઈ કામગીરી હાથ ધરાયેલ છે.
આ અવસરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્વામી તથા મદદનીશ ગ્રંથાલય નિયામક એલ. આર. મોઢાના માર્ગદર્શન હેઠળ સરકારી જીલ્લા પુસ્તકાલય, પોરબંદરના મદદનીશ ગ્રંથપાલ નિલેષભાઈ કરમુરે ગ્રંથાલય કર્મચારીગણના સહયોગ દ્વારા કરવામાં આવેલ હતું. જે દરમ્યાન ડો. ડી.પી.ચાંચીયા, શિક્ષણવિદ અને વી. આર. ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર ઈશ્ર્વરભાઈ ભરડા, જયેન્દ્રસિંહ સરવૈયા,વિનુભાઈ વાલા પ્રો. પી. જી. ગણાત્રા, દિપકભાઇ માખેચા, હરસિધ્ધભાઈ છાયા,નાથાભાઈ વિસાવાડિયા,હેમેન્દ્રભાઈ બામણીયા, તન્ના નગીનભાઈ, પંડ્યા હસમુખરાય, ઠકરાર પોપટલાલ, આશાબેન મોઢવાડીયા, ધવલભાઈ બામણીયા તથા બહોળી સંખ્યામાં વાચક ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવેલ હતી. જે બદલ પુસ્તકાલયના કર્મચારી ધવલભાઈ બામણીયા દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech