જેતપુરની ભાગોળે બોલેરોમાં વિદેશી દારૂ, બીયરના ૧૭૭૬ નંગ સાથે ક્લિનર ઝડપાયા

  • February 06, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના ચાંપરાજપુર રોડ પર ભોજાધાર પાસેથી પૂર્વ બાતમીને આધારે વોચ રાખીને બેસેલ પોલીસે બોલેરો પીકઅપ વાન નીકળતા તેને રોકી તપાસ કરતા અંગ્રેજી દારૂના ૭૨૦ નંગ કિંમત રૂપિયા ૨.૦૨૮૦૦  રૂપિયા અને બિયર ટીન નંગ ૧૦૫૬ કિંમત રૂપિયા ૧,૦૫૬૦૦ કુલ મુદ્દામાલ ૭.૧૪.૪૦૦ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જેતપુર શહેર પોલીસ મોડી રાતના પેટ્રોલીંગ હતી ત્યારે તેઓ બોખલા દરવાજા પાસે પહોંચતા તેઓને ચાંપરાજપુર રોડ પરથી અંગ્રેજી દારૂની ગાડી આવવાની હોવાની બાતમી મળી હતી. જેથી તરત જ ભોજાધર પાસે વોચમાં બેસતા એક બોલેરો પીકઅપ વાં નીકળતા તેને રોકતા ડ્રાઇવર અંધારાનો લાભ લઇ નાશી ગયો. જ્યારે ક્લીનર તરીકે બેસેલ વિજય ઉર્ફે બીસ્ફુ સાકળીયા રહે જસદણ હોવાનું જણાવેલ અને નાશી ગયેલ શખ્સનું નામ નરેન્દ્રસિંહ ઉર્ફે ઉસ્તાદ તનવર હાલ રહે જસદણ મૂળ રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પકડાયેલ શખ્સને સાથે રાખી બોલેરો પીકઅપ વાનની તાલપત્રી દૂર કરી તપાસ કરતા અંદરથી અંગ્રેજી દારૂના ૭૨૦ નંગ કિંમત રૂપિયા ૨.૦૨૮૦૦  રૂપિયા અને બિયર ટીન નંગ ૧૦૫૬ કિંમત રૂપિયા ૧,૦૫૬૦૦ મળી આવ્યા હતા. પીકઅપ વાનમાંથી દારૂ મળી આવતા ચાલક પોલીસે દારૂ, બિયર, મોબાઈલ અને પીકઅપ વાન સહિતનો કુલ ૭.૧૪.૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સામે ગેરકાયદેસર અંગ્રેજી દારૂ, બિયરની હેરફેર કરવાનો ગુન્હો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application