વૈશાલીનગરમાં કુંડુ નીચે પડતા ધો.9ના વિદ્યાર્થીને માથામાં ઇજા

  • November 02, 2023 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કાલાવડ રોડ પર આવેલા વૈશાલીનગરમાં કુંડુ નીચે પડતા ધો.9 માં અભ્યાસ કરતા કિશોરને માથાનાભાગે ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલા વૈશાલીનગર-1 માં રહેતો સાવન સંજયભાઇ દેત્રોજા(ઉ.વ 17) નામનો કિશોર રાત્રીના ઘરે રૂમમાં સુતો હતો ત્યારે ઝાડનું કુંડુ નીચે પડતા કિશોરના માથાનાભાગે ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જયાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.જયારે અન્ય એક બનાવમાં કુવાડવા રોડ ડી-માર્ટ પાસે રહેતો મુકેશ ઉજ્જવલ પરવીન(ઉ.વ 28) નામનો યુવાન ઘરે કોઇ કારણોસર અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાતા તેને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application