કાલાવડ રોડ પર પાસે આવેલા કવાર્ટરમાં વાહન ધીમું ચલાવવા અને હોર્ન વગાડવા બાબતે મારામારી થઈ હતી. જેમાં માતા–પુત્રો સહિત ચારને ઈજા પહોંચી હતી. જે અંગે સામસામી ફરિયાદના આધારે તાલુકા પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં બ્લોક નંબર ૩૬ માં કાવાર્ટર નંબર ૧ માં રહેતા લીલાબેન શૈલેષભાઈ બગડા (ઉ.વ ૪૨) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર કુરેશી અને તેની માતાનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સિકંદરે તેના પુત્ર જયદીપ અને પાર્થ સાથે હોર્ન વગાડવા બાબતે ઝઘડો કરી ધોકા સાથે ઘરે ધસી આવી ઝઘડો કર્યેા હતો. દરમિયાન ફરિયાદીને ધોકા વડે માર મારતા તેના બંને પુત્ર વચ્ચે પડતા તેમને પણ મારમાર્યેા હતો તેમજ તેણે તથા તેની માતાએ અહીં આવી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા અને મકાન ખાલી કરવાનું કહ્યું હતું. આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે માતા–પુત્ર સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
યારે સામાપક્ષે સાધુવાસવાણી રોડ પર ત્રિલોક પાર્કના કવાર્ટરમાં રહેતા સિકંદર રસુલભાઇ કુરેશી (ઉ.વ ૨૯) નામના રીક્ષાચાલકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે લીલાબેન બગડા, જયદીપ બગડા અને પાર્થ બગડાના નામ આપ્યા છે. રીક્ષા ચાલકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે પોતાની રિક્ષા લઇ અહીં વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં તેની માતા ફરીદાબેનને તેડવા માટે આવતો હતો ત્યારે આવાસ યોજના કવાર્ટરના ગેટ પાસે જયદીપ અને પાર્થ બાઈક લઈને નીકળતા તેમને વાહન ધીમું ચલાવવાનું કહેતા વાહન તો આમ જ ચાલશે તેમ કહી ગાળો દેવા લાગ્યા હતા. બાદમાં આ બંને ભાઈ ઘરે જઈ વાત કરતા તેના માતા લીલાબેન પણ યુવાન સાથે ઝઘડો કરી બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં ઘરમાંથી જયદીપ અને પાર્થ પાઇપ લઇને આવ્યા હતાં અને પાઇપ વડે યુવાનને મા માર્યેા હતો જેમાં યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે અંગે પણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech