શહેરના લમીનગરમાં જૂની અદાવતમાં બે પરિવારો વચ્ચે સશક્ર ધીંગાણું ખેલાયું હતું. બંને પરિવારના સભ્યો સામસામે તલવાર–છરી જેવા હથિયારો વડે તૂટી પડયા હતાં. બંને પક્ષે કુલ ત્રણ લોકો ઘવાયા હતા. જૂથ અથડામણની ઘટનામાં માલવિયાનગર પોલીસે સામસામી ફરિયાદ પરથી આઠ શખસો વિદ્ધ ગુનો નોંધ્યો હતો.
લક્ષ્મી નગર મેઈન રોડ પર ત્રિશુલ ચોક નજીક રહેતા હનીફભાઈ હાજીઅલાઉદ્દીનભાઈ જોધપુરા(ઉ.વ.૪૭) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સમીર ઠાસરીયા, ફિરોઝ પીલુડિયા, ઇકબાલ ઠાસરીયા અને વસીમ ઠાસરીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે લમીનગર મેઇન રોડ ખાતે ફાક મેટ્રસીસ નામની દુકાન ધરાવી વેપાર કરે છે. ગઇ તા.૦૯૦૭૨૦૨૬ ના રાત્રીના દસ વાગ્યે તે તથા તેના મીત્ર રાહીલભાઈ શેવાંગીયા, અનીશભાઈ ઉમરેઠીયા, ઇમરાન પઠાણ લમીનગર મદીના મસ્જીદના ઓટે બેઠા હતા. દરમિયાન સમીર ઠાસરીયા અને ફીરોઝ પીલુડીયા કે જેની સાથે અગાઉથી માથાકુટ ચાલતી હોય તે બંને ગાળો આપવા લાગેલ હતા. સમજાવટ કરવા જતાં ઝપાઝપી થઇ હતી. દરમિયાન ઇકબાલ ઠાસરીયા અને વસીમ ઠાસરીયા પણ ધસી આવ્યા હતા. બાદ ચારેય શખસો માથાકૂટ કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી ફરિયાદી ઘરેથી તલવાર લઇને આવતા માથાકૂટ દરમિયમ સમીર ઠાસરીયાએ તેમને ડાબા હાથના ભાગે છરી મારી દીધી હતી. જેથી પુત્રએ ૧૧૨ હેલ્પલાઇનમાં ફોન કરજ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જયારે સામાપક્ષે લમીનગર શેરી નં.–૨ માં રહેતા ૩૮ વર્ષીય યુવાન સમીર ઇકબાલભાઈ ઠાસરીયાએ આરોપી તરીકે હનીફ જોધપુરા, ફાક જોધપુરા, વસીમ હનીફ જોધપુરા અને પરવેઝ ફાક જોધપુરાનું નામ આપતાં જણાવ્યું હતું કે,તે પાણીનુ ટેન્કર ચલાવે છે. ગઇ રાત્રીના દસ વાગ્યાની આસપાસ તે અને તેના મિત્ર ફિરોઝભાઈ પિલુડિયા મોટર સાયકલમા બેસી મદીના મસ્જીદ નજીકથી પસાર થયાં હતા. ત્યારે જૂની અદાવત ચાલતી હોય તે હનીફ જોધપુરા અને તેના મિત્રો ત્યાં મસ્જીદની બહાર મોટર સાયકલ પાર્ક કરીને બેઠા હતા. તેમણે ઉભો રાખી તું અહીંથી કેમ નીકળે છે? કહી ગાળો આપી હતી. ગાળો આપવાની ના કહેતા ઝપાઝપી કરવા લાગ્યો હતો. ત્યારે યુવાનના મિત્ર ફિરોઝભાઇએ બન્નેને છોડાવ્યા હતા. બાદ હનીફ જોધપુરાએ તું ઉભો રહે હત્પં આવુ છુ તેમ કહી તેનુ મોટરસાયકલ લઇને ચાલ્યો ગયેલ હતો. દરમિયાન મારા નાના ભાઈ વસીમ અને મારા પિતા ઇકબાલભાઇ યુવાન પાસે આવેલ હતા. થોડીવારમાં હનીફ હાથમાં તલવાર લઇને આવેલ હતો. તેની સાથે ફાક જોધપુરા, વસીમ હનીફભાઈ જોધપુરા અને પરવેઝ ફાકભાઇ જોધપુરા આવેલ હતા. ચારેય શખ્સોએ મારી, મારા ભાઈ અને મિત્ર ફિરોઝભાઈ પીલુડીયા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુ માર માર્યેા હતો. હનિફભાઈએ મને ડાબા પગના સાથળના ભાગે તલવારનો એક ઘા મારી દીધેલ હતો. જયારે યુવાનના નાના ભાઇ વસીમને છાતીના ભાગે એક પથ્થર મારી દિધેલ હતો. દરમિયાન પોલીસ આવી જતાં મને અને મારા ભાઈને સારવાર અર્થે ૧૦૮ એમ્બયુલન્સમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માલવિયાનગર પોલીસે સામસામી ફરિયાદ પરથી આઠ શખ્સો વિદ્ધ હત્પમલા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application