કલોલ નગરપાલિકામાં ભાજપના બે જૂથ આમને સામને આવી જતા વિકાસના કામ ટલ્લ ે ચડી ગયાની ઘટના બહાર આવી છેને કલોલ પાલિકાના હોદ્દેદારો કારોબારી ચેરમેન આમને સામને આવી જતા પાલિકાનો માહોલ ગરમ થઇ જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પડદા પાછળની રમત મુજબ નગરપાલિકામાં ટેન્ડરને લઈને ભાજપના ધારાસભ્ય અને નગર સેવકો સામસામે ઝઘડી પડા છે
કલોલ નગરપાલિકામાં વિકાસના કામો માં અવરોધ ઊભો થતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મહિલા કોર્પેારેટરના પતિ ઉપર ટપલી દાવ થતા ભારે હલ્લ ાબોલ અને હંગામો મચી ગયો હતો સમગ્ર મામલો થાળે પાડવા પોલીસની મદદ લેવી પડી હતી.કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા હતા મળતી વિગતો પ્રમાણે ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરવામાં આવતાં એક જૂથ દ્રારા કલોલ નગરપાલિકામાં હલ્લ ાબોલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘુસીને રજુઆત કરવામાં આવી અને તે દરમિયાન તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી હતી.
પ્રજાના કામ ન થતા હોવાનો આક્ષેપ, ૨૦૦થી વધુ લોકોનું ટોળું ઘુસી જતા પોલીસને બોલાવી પડી હતી. ખાસ કરીને વાત કરવામાં આવો તો, એક જ પક્ષના હોવા છતાં વિવાદ સામે આવ્યો છે. કલોલ બીજેપીમાં ચાલતો વિખવાદ અત્યારે સરેઆમ જાહેર થયો છે.
વિકાસ કામોને લઈ કલોલ શાસક પક્ષ બીજેપીના બે જૂથો સામસામે આવી ગયા અને મારામારી પણ કરી હોવાનું સામે આવ્યું છે.આ અંગે વાયરલ વીડિયો વાયરલ થયો છે તે પ્રમાણે કલોલ પાલિકામાં જ દે ધના ધન લાફા વાળી થઈ હતી.
અગાઉ વિકાસ મુદ્દે રાજનીતિમાં હાલ તો પ્રજા રસ્તા ઉપર આવી ગઈ છે અને પોતાનો વિરોધ નોંધાવી રહીં છે. પરંતુ અત્યારે થોડા સમય અગાઉ ધારાસભ્યની ગ્રાન્ટની ૮૦૨૦ ના વિકાસ કામોનું ટેન્ડર ઉપર બકાજી ઠાકોરે ટેન્ડર રદ કરવા અંગે પત્ર લખ્યો હતો. જે બાદ પાલિકા દ્રારા રિટેન્ડરિંગ થયું અને કોર્પેારેટરો પણ એ જ રીતે કામ રોકાવી દીધું હતું. છેલ્લ ા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ લોકોનું ટોળું નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયું અને હોબાળો મચાવી દીધો હતો.
સમિતિના ચેરમેન પ્રકાશ વરથડેને તેમની જ ચેમ્બરમાં લોકોએ ઘેરી લીધા હતા અને ટપલીદાવ કર્યેા હતો. ત્યાં હાજર એક મહિલા નગરસેવકના પતિદેવ પર પણ લોકોએ હત્પમલો કર્યેા હતો. કલોલ શહેરના તમામ ૧૧ વોર્ડની વિવિધ સોસાયટીઓમાં પેવરબ્લોક, સીસી રોડ સહિતના કામો કરવાના હતા.
પરંતુ હવે આ તમામ કામો લાંબા સમય માટે અટવાઈ જવા પામ્યા છે ત્યારે કલોલ પાલિકામાં ભાજપમાં વકરેલા જૂથવાદને લોકોની સમસ્યાની નહિ પણ પોતાના વર્ચસ્વની પડેલી છે. જેને લઈને નાગરિકોએ ખુદ પોતાના માટે બાંયો ચડાવી લીધી. ધારાસભ્યની ગ્રાંટમાંથી કામો શકય બનશે તેવી રાહત લોકોએ લીધી હતી. પણ રીટેન્ડરને લઈને નોટીઓના કામો અટવાઈ ગયા છે.
સ્થાયી સમિતિના સભ્યોએ શહેર સંગઠનનું સખત દબાણ હોવાને લઈને રીટેન્ડરનો નિર્ણય કરવો પડો હોવાનું જણાવતાં લોકો વધુ ઉશ્કેરાઈ ગયા હતા. કલોલ પાલિકામાં શહેર સંગઠનની દખલગીરી જાણી નાગરિકોએ ચૂંટણીમાં મત સંગઠનને નહિ પણ તમને આપ્યા હોવાનું કહ્યું હતુ. પાલિકા સંગઠન ચલાવે છે કે, તમે ચૂંટાયેલા સભ્યો તેવો વળતો પ્રહાર કર્યેા હતો. કલોલ નગરપાલિકામાં વર્ષેા બાદ ભાજપની સત્તા આવી છે.
પરંતુ ભાજપના અણઘડ વહીવટનો પરચો નાગરિકોએ બતાવી દીધો હતો. કલોલ પાલિકામાં આજની ઘટના જોતાં ભાજપના બે જુથો આમનેસામને હોવાની ચર્ચા ઉઠી છે. આંતરિક જુથવાદ હતો તે સપાટી પર આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech